Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માર્ગનું કામ ચાલી રહ્યું હોવાથી
ભાણવડ તા. ૧૬ઃ ભાણવડ નવાગામ રોડ ચેઈનેજ ૩/૪૦૦ થી ૩/૬૦૦ કામ હાલ પ્રગતિ હેઠળ છે, તેમજ આ રસ્તામાં કરવામાં આવેલા ડાયવર્ઝન પર ચોમાસાના સમય દરમિયાન પાણીનો પ્રવાહ વધુ પડતો હોવાથી ડાયવર્ઝન ચાલુ થઈ શકે તેમ જણાતું નથી. નવાગામ - ભાણવડ રસ્તાની ૪.પ કિ.મી. લંબાઈ ધરાવે છે. બ્રીજનું કામ ચેઈનેજ ૩/૪૦૦ થી ૩/૬૦૦ પર ચાલુ છે. જેથી આ ડાયવર્ઝન પર પાણીના પ્રવાહના લીધે કોઈ જાનહાની ન થાય તે માટે સલામતીના ભાગરૃપે આ રસ્તા ઉપરથી તમામ પ્રકારના હેવી તથા લાઈટ વાહનો તેમજ રાહદારીઓની અવર-જવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું જિલ્લા મેજિ. દ્વારા પ્રસિદ્ધ કરાયું છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૩ (૧) (ખ) હેઠળ જિલ્લા મેજિ.શ્રીને મળેલ સત્તાની રૃએ નવાગામ - ભાણવડ રોડ પર ચેઈનેજ ૩/૪૦૦ થી ૩/૬૦૦ પર બ્રીજનું કામ ચાલુ હોવાથી ઉક્ત ચેઈનેજ પર વાહન વ્યવહાર તથા રાહદારીઓની અવરજવર પર મનાઈ ફરમાવી છે. આ રસ્તો બંધ થતા તમામ પ્રકારના રાહદારીઓ દ્વારા વૈકલ્પિક રસ્તા તરીકે નવાગામ-જામ રોઝીવાડા - ભાણવડ (૧૬ કિ.મી.) રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ જાહેરનામું અન્ય હુકમ ના થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર ઠરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial