Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૧ જાન્યુઆરીના દિવસે
ખંભાળિયા તા. ૬: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત થાય તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧૧-૦૧-૨૬ના બ્લુ ફલેગ શિવરાજપુર બીચમાં પતંગ મહોત્સવનું આયોજન થનાર છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરી, ખંભાળીયામાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેકટરે પતંગ મહોત્સવમાં પતંગબાજો માટે તમામ આગતા-સ્વાગતા તેમજ પતંગ મહોત્સવ દરમિયાનની તમામ આનુષાંગિક વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરાંત કાર્યક્રમને અનુરૂપ પતંગબાજો માટેના સ્ટોલ, સ્ટેજ તેમજ આનુષાંગિક અન્ય વ્યવસ્થા કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો મેળવવા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તૃતિ, ઉપરાંત સ્વચ્છતા, ફાયર, મોબાઇલ ટોયલેટની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા, મેડીકલ ટીમ, કાયદો અને વ્યવસ્થા, પીવાનું પાણી, સહિતની બાબતો સુનિશ્ચિત કરવા સબંધિત વિભાગના અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હેતલ જોશી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial