Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ન્યુનત્તમ તાપમાન ૧૪ ડીગ્રીઃ ઠંડી યથાવત્

તાપમાનમાં એક ડીગ્રીના વધારા સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરમાં છેલલા ચોવીસ કલાકમાં એક ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું. તેજીલા વાયરાઓના પગલે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો.

જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પવનની ગતી પ્રપ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે ગઈકાલે રાતથી આજે વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. નગરસીમ અને ગ્રામ્ય વિસ્તારો તથા ધોરીમાર્ગો પર વધારે ઠંડી અનુભવાઈ હતી.નગરમાં ઠંડીના ચમકારા વચ્ચે હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૪ ડીગ્રી એ અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ર૬.પ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા રહ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh