Advertisement
Author: નોબત સમાચાર

સોલાર પેનલ લગાવી આપવાનું કહી નગરના આસામી સાથે રૂ।. ર.૧૮ લાખની છેતરપિંડી કરાઈઃ બે સામે નોંધાયો ગુન્હો

૬૫ દિવસ અને ૧૨૩ દિવસની મુદ્દત પછી પણ સોલાર પેનલ ન લગાડાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના એક આસામીએ પોતાના ઘરે સોલાર પેનલ લગાડવા માટે જે તે પેઢીના ડાયરેક્ટર સાથે વાત કર્યા પછી અપાયેલા એસ્ટીમેન્ટ મુજબ રૂ।. ર લાખ ૧૮ હજાર નવ મહિના પહેલાં ચૂકવી આપ્યા હતા. ત્યારપછી ૬પ દિવસ અને ૧૨૩ દિવસની મુદ્દતમાં સોલાર પેનલ લગાડી આપવાનું વચન અપાયંુ હતું. ત્યારપછી પણ સોલાર પેનલ લગાડવામાં ન આવતા અને પૈસા પરત માંગતા ગેરવર્તન કરાતા પોતાની સાથે છેતરપિંડી કરાયાની આ આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કંપની ડાયરેક્ટર સહિત બે સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના ગોકુલનગર પાસે મારૂતીનગરની શેરી નં.૨માં રહેતા અને રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા અમિત ગોગનભાઈ ચુડાસમા નામના રાવળદેવ યુવાને પોતાના ઘરમાં સોલાર પેનલ લગાવવા માટે ઈન્ટિફાઈ સોલાર પ્રા.લિ. નામની પેઢીના ડાયરેક્ટરનો ગયા માર્ચ મહિનામાં સંપર્ક કર્યાે હતો.

સોશિયલ મીડિયાના માધ્યમમાં અમિતભાઈએ ઉપરોક્ત જાહેરાત નીહાળ્યા પછી આ પેઢીના ડાયરેક્ટર કાનાભાઈ બળીયાવદરાનો સંપર્ક કર્યાે હતો. ત્યારપછી કંપનીના કર્મચારી રાહુલભાઈ ઘેર આવ્યા હતા અને તેઓએ અમિતભાઈને એસ્ટીમેન્ટ આપી રૂ।. ર લાખ ૧૮ હજાર થશે તેમ જણાવતા અમિતભાઈએ તે રકમ ગયા માર્ચ મહિનામાં રોકડેથી ચૂકવી આપી હતી અને તેઓના ઘરમાં ૬૫ દિવસમાં સોલાર પેનલ લગાડી આપવામાં આવશે તેમ જણાવાયું હતું.

ત્યારપછી ઉપરોક્ત મુદ્દલ પૂર્ણ થવા છતાં સોલાર પેનલ લગાવવામાં ન આવતા અમિતભાઈએ ઈન્ટિફાઈ સોલાર કંપનીનો સંપર્ક કરતા અને તેની સામે મળેલા લેટરમાં ૧૨૩ દિવસમાં સોલાર પેનલ લગાડી દેવામાં આવશે અને ત્યાં સુધી જે લાઈટ બીલ આવશે તે રકમ અમિતભાઈને મજરે આપવામાં આવશે તેમ જણાવાયું હતું અને હાલમાં સોલાર પેનલની અછત છે તેમ પણ કહેવાયું હતું. તે મુદ્દત પણ પૂર્ણ થઈ જતાં અમિતભાઈએ ફરીથી કંપનીનો કોન્ટેક્ટ કરતા તેઓની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું અને બોલાચાલી કરાઈ હતી તેથી રૂ।. ર લાખ ૧૮ હજાર મેળવી લીધા પછી બદદાનતથી તે રકમ પરત આપવામાં ન આવતી હોય અને સોલાર પેનલ પણ નાખી આપવામાં ન આવતી હોય, સિટી સી ડિવિઝનમાં અમિતભાઈએ પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાનાભાઈ બળીયાવદરા તથા રાહુલ સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh