Advertisement
Author: નોબત સમાચાર

તાલીમવર્ગ માટે અરજી કરવાની સમય મર્યાદા ૧૫મી જાન્યુઆરી સુધી લંબાવાઈ

સુરક્ષાદળોમાં ભરતી માટે યોજાનારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૬: સંરક્ષક દળોમાં ભરતી માટે ૩૦ દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમ માટે અરજી કરવાની મુદત તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી લંબાવાઈ છે.

ગુજરાત સરકાર દ્રારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન આર્મી / એરફોર્સ / નેવી / અર્ધલશ્કરીદળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક / માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતગર્ત ચાલુ વર્ષે યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે.

આ તાલીમમાં જોડાવવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફક્ત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી-દેવભૂમિ દ્વારકાને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધારકાર્ડ, ૨ પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા.૨૦-૧૨-૨૦૨૫ સુધીમાં સ્વખર્ચે પોતાની સંમતી આપી જવા જણાવવામાં આવેલ હતું, જે તા.૧૫/૦૧/૨૦૨૬ સુધી લંબાવવામાં આવેલ છે.

આ તાલીમવર્ગ ખંભાળીયામાં નિઃશુલ્ક યોજવામાં આવશે. રહેવા-જમવાનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આથી ૩૦ દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે. તાલીમમાં જોડાવવા માટે શૈક્ષણિક લાયકાત ધો-૧૦માં ૪૫% સાથે અથવા ધો.૧૨ માં ૫૦% સાથે કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. ઉમેદવારની ઉંમર ૧૭.૫ થી ૨૩ વર્ષની વચ્ચે હોવી જોઈએ. તાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસનો રહેશે.

ઉમેદવારની શારીરિક યોગ્યતા માપદંડ ઉંચાઈ- ૧૬૨ સે.મી., વજન-૫૦ કિલોગ્રામ અને છાતી ફુલાવ્યા વગર ૭૭ સે.મી. અને ફુલાવેલ ૮૨ સે.મી. છે. આ તાલીમ વર્ગમાં શારીરિક યોગ્યતા તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કુદકો, પુલ અપ્સ વગેરેની ભરતીને અનુરૂપ ફિઝીકલ તાલીમ આપવામાં આવશે. 

અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિ. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે. આ નિવાસી તાલીમવર્ગમાં આર્મીની પ્રથમ તબક્કાની લેખિત પરિક્ષા પાસ કરેલ ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh