Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પાસે ગઈરાત્રે ગમખ્વાર અકસ્માતમાં ઈકો મોટરના ચાલકનું મૃત્યુઃ અકસ્માત સર્જી ટ્રક પલાયન

ધ્રોલના ૩૦ વર્ષના આશાસ્પદ યુવાનના મૃત્યુથી અરેરાટીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા એક યુવાન ગઈરાત્રે પોતાની ઈકો મોટર લઈને ધ્રોલ તરફ આવી રહ્યા હતા ત્યારે ધ્રોલ નજીક તેઓને એક અજાણ્યા ટ્રકે ઠોકર મારી હતી. ટ્રકની ટક્કરથી મોટરમાં રહેલા આ યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક નાસી ગયો હતો. હિટ એન્ડ રનના બનાવની પોલીસે નોંધ કરી નાસી છૂટેલા ટ્રકના સગડ દબાવ્યા છે.

ધ્રોલના ચામુંડા પ્લોટમાં રહેતા બકાભાઈ પૂનાભાઈ ટોયટા નામના ૩૦ વર્ષના ભરવાડ યુવાન ગઈકાલે પોતાની ઈકો મોટર લઈને ધ્રોલ તરફ આવી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા એક ટ્રકે ઈકો મોટરને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ટ્રકની જબરદસ્ત ટક્કર વાગતા ઈકો મોટર પલ્ટી મારી ગઈ હતી. આ વેળાએ ત્યાં હાજર લોકો દોડી આવ્યા હતા. કોઈએ ૧૦૮ તથા પોલીસને જાણ કરી હતી. મોટરમાંથી બકાભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં કાઢવામાં આવ્યા હતા. તેઓનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો હતો.

દુર્ઘટનાની જાણ થતાં હોસ્પિટલમાં માલધારી તેમજ ભરવાડ સમાજના આગેવાનો તેમજ મૃતકના સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો ટ્રક સ્થળ પરથી પલાયન થઈ ગયો છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh