Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તરૂણનો પરિવાર હતપ્રભ બની ગયોઃ
જામનગર તા. ૬: કાલાવડના કુંભનાથપરામાં એક તરૂણ થાંભલામાં અટવાઈ ગયેલા પતંગને કાઢવા જતા વીજ આંચકાનો ભોગ બન્યો છે. સત્તર વર્ષના તરૂણના મૃત્યુથી તેનો પરિવાર હતપ્રભ બની ગયો છે.
કાલાવડ શહેરમાં કુંભનાથ પરામાં ઈદ મસ્જીદ પાસે રહેતા ઈદ્રીશભાઈ નુરમામદભાઈ સોલંકી નામના યુવાનના સત્તર વર્ષના પુત્ર નફીશઅહેમદ રવિવારે સાંજે પોતાના ઘર પાસે રમતા હતા ત્યારે કોઈએ ઉડાડેલો પતંગ કપાઈને આકાશમાં લહેરાતો જતો હતો અને તે પતંગ નજીકમાં આવેલા થાંભલામાં અટવાયો હતો.
ઈલેકટ્રીકના થાંભલામાંથી તે પતંગને કાઢી લેવા માટે નફીશઅહેમદ ત્યાં ગયા પછી આ તરૂણને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. બેભાન બની ગયેલા તરૂણને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા પછી તેનું મૃત્યુ નિપજ્યું છે. ઈદ્રીશભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial