Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સ સહિત ત્રણ સામે બિલ્ડરની ફરિયાદઃ
જામનગર તા. ૬: જામનગરમાં બાંધકામનો વ્યવસાય કરતા એક આસામીને તેના ભાઈના દુષ્કર્મના ગુન્હામાં મળેલા જામીન રદ્દ કરાવવા તથા આ બિલ્ડરને પણ દુષ્કર્મના બીજા કેસમાં ફસાવી દેવા ધમકી આપી રૂ।. ૧પ લાખ માંગી એક શખ્સ સહિત ત્રણ વ્યક્તિએ દબાવતા રૂ।. ૨૫ હજાર આપી દીધા પછી આ બિલ્ડરે ત્રણેય વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં વસવાટ કરતા યુસુફભાઈ સીદીકભાઈ ખીરા નામના આસામીએ શંકરટેકરીમાં નવી નિશાળ પાસે રહેતા રાંભીયાબેન શબ્બીર જુમાણી, સમીમ શબ્બીર જુમાણી, સલીમ યુસુફ કુરેશી સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ યુસુફભાઈના ભાઈ હસન સીદીક સામે થોડા સમય પહેલાં એક સગીરા પર દુષ્કર્મ ગુજારવા અંગે ફરિયાદ થઈ હતી. તે ગુન્હામાં પોલીસે હસનની ધરપકડ કરી જેલહવાલે કર્યા પછી થોડા સમય પહેલાં હસન જામીનમુક્ત થયો હતો.
ત્યારપછી આ ગુન્હામાં રહેલા હસનના જામીન રદ્દ કરાવવા પડશે અને યુસુફભાઈને પણ દુષ્કર્મના બીજા ગુન્હામાં ફીટ કરાવવા છે. તેમ કહી ઉપરોક્ત વ્યક્તિઓએ ધાકધમકી આપવાનું ગયા ઓગસ્ટ મહિનાથી શરૂ કર્યું હતું. તે પછી ઓકટોબર મહિનામાં યુસુફભાઈએ રૂ।. રપ હજાર ચેકથી આ વ્યક્તિઓને આપ્યા હતા. તેમ છતાં યુસુફભાઈની ઓફિસે અવારનવાર જતા આ વ્યક્તિઓ રૂ।. ૧પ લાખની માગણી કરતા હતા તે પછી ગઈ તા.ર૩ના દિને સલીમ કુરેશીએ ફરીથી ઓફિસ આવી તારે પૈસા આપવા છે કે નહી? તેમ કહી પોલીસ કેસની ધમકી આપતા આખરે યુસુફભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.