Advertisement
Author: નોબત સમાચાર

નેશનલ સ્ટેમ કિવઝ ૪.૦માં જામનગરના રેકોર્ડબ્રેક ૫૭ હજાર સહિત દેશના ૧૫ લાખથી વધુ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન

રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ સ્પર્ધાનો પ્રાથમિક રાઉન્ડ આવતીકાલે યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક અભ્યાસ અને નવીન વિચારધારાને પ્રોત્સાહન આપતી નેશનલ સ્ટેમ. ૪.૦ કિવઝનો ૭ મીએ પ્રાથમિક રાઉન્ડ યોજાશે. રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલા જામનગર જિલ્લામાંથી ૫૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ કવિઝમાં ભાગ લેશે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 'નેશનલ સ્ટેમ ક્વિઝ ૪.૦' ના પ્રિલિમનરી રાઉન્ડનું આયોજન આગામી ૭ જાન્યુઆરી, ૨૦૨૬ના કરવામાં આવ્યું છે. આ ઓનલાઇન ક્વિઝમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યો અને બોર્ડના ધોરણ ૯ થી ૧૨ના  ૧૫,૦૧,૨૪૯ જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવીને એક નવો વિક્રમ સ્થાપ્યો છે.

આ ઓનલાઇન ક્વિઝ ૭ જાન્યુઆરીના રોજ સવારે ૧૧ થી બપોરે ૧૨:૩૦ દરમિયાન યોજાશે. જામનગર  જિલ્લામાં શ્રી એમ .ડી.મહેતા  જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવી રહૃાું છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે જિલ્લાના ૭ તાલુકા મથકોએ ૭૦ સેન્ટરો પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જામનગર, જામનગર ગ્રામ્ય, જોડિયા, જામજોધપુર, લાલપુર, ધ્રોલ, કાલાવડ  સહિતના તમામ તાલુકાઓની શાળાઓના વિદ્યાર્થીઓ જોડાશે.

આ નેશનલ સ્ટેમ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને જિજ્ઞાસા કેળવવાનો છે. આ સ્પર્ધાના વિજેતાઓ માટે કુલ ૨ કરોડ રૂપિયા સુધીના ઈનામો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સફળ વિદ્યાર્થીઓને ભારતની પ્રખ્યાત વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની અને ત્યાં 'બુટકેમ્પ'માં સહભાગી થવાની અમૂલ્ય તક પ્રાપ્ત થશે.

આ ક્વિઝ ખૂબ જ સારી અને સરળ રહે  અને કોઈ ટેકનેકિલ ઇસ્યુ આવે તો તેના નિરાકરણ માટે તમામ તાલુકા મથકે  સેન્ટર રાખેલ છે . જયારે મુખ્ય મોડલ સેન્ટર તરીકે શ્રી એમ. ડી .મહેતા ધ્રોલ પર ૧૦ સભ્યો ની ટીમ કાર્યરત કરેલ છે . આ ટીમના નેતૃત્વ હેઠળ સંજય પંડયા (૯૯૭૯૨૪૧૧૦૦ (૯૩૨૮૬૧૧૧૭૧ (૯૭૨૬૭૭૭૪૯૧) (સતત મોનિટરિંગ કરી રહૃાા છે. આ ક્વિઝ માત્ર એક સ્પર્ધા નથી પરંતુ આવતીકાલના યુવા સંશોધકોને તૈયાર કરવાની દિશામાં એક ઐતિહાસિક પહેલ છે.

જામનગર જિલ્લામાંથી રેકોર્ડબ્રેક ૫૭,૪૭૭ વિદ્યાર્થીઓએ આ કિવઝ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સંખ્યા જિલ્લાની શૈક્ષણિક જાગૃતિ અને વિદ્યાર્થીઓની વિજ્ઞાન પ્રત્યેની રુચિ દર્શાવે છે. આ પરીક્ષાનો પ્રથમ રાઉન્ડ સંપૂર્ણપણે ઓનલાઇન માધ્યમ દ્વારા યોજાનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh