Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ ડિવિઝનની આરપીએફને સિદ્ધિ
રાજકોટ તા. ૬: રાજકોટ ડિવિઝનની આરપીએફ દ્વારા રેલવેમાં વર્ષ ૨૦૨૫માં મુસાફરોનો ભૂલાયેલા ૪૦ લાખનો સામાન પરત કરાયો હતો ૨૪ બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રેલવે સુરક્ષા દળ (આરપીએફ) એ વર્ષ ૨૦૨૫ દરમિયાન સુરક્ષા, સતર્કતા અને માનવીય સંવેદનાઓનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
આઈજી-સહ-પ્રધાન મુખ્ય સુરક્ષા કમિશનર અજય સદાની ના માર્ગદર્શન તથા ડિવિઝન સુરક્ષા કમિશનર કમલેશ્વરસિંહ ના નિરીક્ષણ હેઠળ આરપીએફ એ મુસાફરો ની સુરક્ષાની સાથે-સાથે તેમનો વિશ્વાસ જીતવામાં પણ સફળતા મેળવી છે. વર્ષ ૨૦૨૫ (જાન્યુઆરી થી ડિસેમ્બર) મુસાફરો.ને રૂ. ૪૦ લાખ નો સામાન પરત કર્યો હતો.૨૪ બાળકો નું પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.
ઓપરેશન અમાનત (પ્રામાણિકતાનું ઉદાહરણ) અન્વયે રેલ મુસાફરી દરમિયાન ભૂલ થી છૂટી ગયેલા સામાનને મુસાફરો સુધી પહોંચાડવામાં આરપીએફ એ તત્પરતા દાખવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન ૩૩૯ મુસાફરો નો કુલ ૪૦,૭૬,૩૬૨ ની કિંમત નો સામાન સુરક્ષિત રીતે શોધી કાઢી તેમને સુપરત કરવામાં આવ્યો હતો.
ઓપરેશન નન્હે ફરિશ્તે (વિખૂટા પડેલાઓને મિલાવ્યા) હેઠળ સ્ટેશનો અને ટ્રેનો માં બિનવારસી અથવા પોતાના પરિવારથી વિખૂટા પડેલા ૨૪ બાળકોને આરપીએફ એ રેસ્ક્યૂ કર્યા અને સંપૂર્ણ સુરક્ષા સાથે તેમના પરિવારજનો સાથે મિલાવીને તેમના ચહેરા પર સ્મિત પાછું લાવવા માં આવ્યું હતું
ઓપરેશન ડિગ્નિટી અન્વયે વિપરીત સંજોગોને કારણે પોતાના પરિવારથી દૂર થયેલા ૮ વ્યક્તિઓ ને શોધી કાઢી તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. ઓપરેશન રેલ સુરક્ષા અને ઉપલબ્ધ માં રેલવે સંપત્તિની સુરક્ષા કરતા ૩૦ કેસોમાં ૮૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ટિકિટોના કાળાબજાર વિરુદ્ધ ૧૩ વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ઓપરેશન સમય પાલન અન્વયે ટ્રેનો ની ગતિ ન અટકે તે માટે ગેરકાયદેસર ચેઈન પુલિંગ કરનારા ૪૫૪ આરોપીઓ ની ધરપકડ કરી તેમની વિરુદ્ધ રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તો ઓપરેશન યાત્રી સુરક્ષામાં મુસાફરોના સામાનની ચોરી અટકાવવા માટે સક્રિય રહીને ૭ આરોપીઓ ને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે જીઆરપીને સોંપવામાં આવ્યા હતા. તેમાંજ ઓપરેશન જનજાગૃતિ અન્વયે આરપીએફ એ માત્ર કાર્યવાહી જ નથી કરી, પરંતુ મુસાફરોને જાગૃત પણ કર્યા છે. ગ્રામ સરપંચો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથેની બેઠકો દ્વારા પથ્થરમારો અટકાવવા, મહિલા સુરક્ષા અને માનવ તસ્કરી વિરુદ્ધ જન-અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial