Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આયાતોલ્લાહ અલી ખોમૈની સામે ફાટી નીકળ્યો જનાક્રોશઃ રશિયા તરફ ભાગવાની તૈયારી ?
તહેરાન તા. ૬: ઈરાનમાં ભડકેલી હિંસામાં ૩પ લોકોના મૃત્યુ અને ઘણાં લોકો ઘાયલ થયા છે. અહેવાલો મુજબ ૧૨૦૦ થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. ર૭ જેટલા પ્રાંતોમાં હિંસા - તોફાનો થઈ રહ્યાં છે. આ દેખાવો જેની સામે થઈ રહ્યાં છે, તે આયા તોલ્લાહ અલી ખોમૈની રશિયા ભાગી જવાની ફિરાકમાં હોવાનું જાણવા મળે છે.
ઈરાનમાં એક અઠવાડિયાથી વધુ સમયથી ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ૩૫ લોકો માર્યા ગયા છે અને ઘણાંં લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઈરાની સરકારે ૧,ર૦૦ થી વધુ લોકોની અટકાયત કરી છે.
યુએસ સ્થિત માનવ અધિકાર સમાચાર એજન્સી અનુસાર ઈરાની હિંસામાં ચાર બાળકો અને બે સુરક્ષા કર્મચારીઓ સહિત ર૯ પ્રદર્શનકારીઓના મોત થયા છે. ઈરાનમાં ૩૧ પ્રાંતોમાંથી ર૭ પ્રાંત હિસાથી પ્રભાવિત છે. સમગ્ર ઈરાનમાં રપ૦ થી વધુ સ્થળોએ હિંસક વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યાં છે. ઈરાનમાં વધતી મોંઘવારી, રોજગારની અછત અને નબળી પડી રેહલી અર્થવ્યવસ્થાના કારણે સામાન્ય જનજીવન ભારે દબાણમાં આવી ગયું છે. આ પરિસ્થિતિથી નારાજ લોકો હવે ખૂલ્લેઆમ ઈસ્લામિક શાસન સામે અવાજ ઉઠાવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશના અનેક મોટા શહેરોમાં સરકાર વિરોધી દેખાવો સતત ચાલી રહ્યાં છે. તેહરાન, ઈસ્ફહાન, મશહાદ, શિરાઝ અને કોમ જેવા શહેરોમાં હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
પ્રદર્શનકારીઓ શાસનથી મુક્તિથી માંગ કરી રહ્યાં છે અને સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની વિરૂદ્ધ ઉગ્ર નારા લગાવી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે, હાલની સરકાર દેશને આર્થિક અને સામાજિક રીતે પાછળ ધકેલી રહી છે.
આ તરફ ઈરાન સરકાર આ વિરોધોને લોકઆંદોલન માનવાની જગ્યાએ તેને વિદેશી શક્તિઓનું ષડયંત્ર ગણાવી રહી છે. શાસક તંત્રએ સુરક્ષા દળોને કડક પગલાં લેવા આદેશ આપ્યો છે. પરિણામે અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ જોવા મળી છે.
ઈરાનની સ્થિતિને લઈને આંતરરાષ્ટ્રીય સ્તેર પણ ચિંતા વધી રહી છે. અમેરિકા તરફથી ચેતવણી આપવામાં આવી છે કે જો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર હિંસા ચાલુ રહેશે, તો તે પગલાં લઈ શકે છે. આ નિવેદન પછી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધુ વધી ગયો છે.
વિશ્લેષકોનું માનવું છે કે, ર૦રર માં મહસા અમીનીના મૃત્યુ પછી જે મોટા પ્રદર્શનો થયા હતાં. ત્યાર પછીનું આ સૌથી વ્યાપક અને શક્તિશાળી આંદોલન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઈરાને અનેક વખત જનઆંદોલનોનો સામનો કર્યો છે, પરંતુ હાલની સ્થિતિ વધુ ગંભીર માનવામાં આવી રહી છે. મીડિયા પર કડક નિયંત્રણ અને ઈન્ટરનેટ પ્રતિબંધોના કારણે વાસ્તવિક પરિસ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મેળવવી મુશ્કેલ છે, છતાં સોશિયલ મીડિયામાં ફરતા વિડિયો અને અહેવાલો બતાવે છે કે, લોકોનો ગુસ્સો હજી શાંત થયો નથી.
બીજી તરફ આયા તોલ્લાહ અલી ખોમૈની પોતાના નજીકના લોકો તથા પરિવાર સાથે રશિયા તરફ ભાગી જવાની ફિરાકમાં હોવાના અહેવાલો પણ આવી રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial