Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરના સણોસરી પાસે વાહનનું ટાયર બદલતા ત્રણ યુવાનો પર કાળ ફરી વળ્યો

સાથે રહેલા ચોથા યુવાનને ગંભીર ઈજાઃ ખાયડી ગામના બે યુવાનના મૃત્યુથી અરેરાટી પ્રસરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: લાલપુરના સણોસરી ગામના પાટીયા પાસે ગઈરાત્રે સામાન ભરીને જતા એક બોલેરાના ટાયરમાં પંક્ચર પડતા તેનું ટાયર બદલવાની કોશિષ કરતા ખાયડી ગામના બે યુવાન તથા ગોપડી ગામના એક યુવાન બીજા બોલેરોની ટક્કરનો ભોગ બની ગયા છે. સાથે રહેલા ચોથા યુવાનને પણ ગંભીર ઈજા થઈ છે. બનાવની જાણ થતાં લાલપુર પોલીસનો કાફલો બનાવના સ્થળે ધસી ગયો હતો.

લાલપુર તાલુકાના સણોસરી ગામના પાટીયા પાસે ગઈરાત્રે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની વધુ વિગત મુજબ ગઈકાલે લાલપુર તાલુકાના ખાયડી ગામના બે યુવાનો સહિત ચાર યુવાનો બોલેરોમાં કેટલાક માલસામાન ભરીને પસાર થતા હતા ત્યારે બોલેરોના ટાયરમાં પંક્ચર પડતા તેને સાઈડમાં રાખવામાં આવી હતી.

ત્યારપછી તેમાંથી ઉતરેલા યુવાનો બોલેરોનું પાછળનું ટાયર બદલવાની તજવીજ કરતા હતા ત્યારે રોડ પરથી પુરપાટ ઝડપે ધસી આવેલી બીજી બોલેરોએ ધડાકાભેર અકસ્માત સર્જયો હતો.

પંક્ચર પડી ગયેલા ટાયરને કાઢવાની કોશિષ કરતા લાલપુરના ખાયડી ગામના પ્રદીપભાઈ દિનેશભાઈ ગોજીયા, કમલેશભાઈ નારણભાઈ ગાગીયા તથા ગોપડી ગામના ભરતભાઈ લખમણભાઈ ડાંગર નામના ત્રણ યુવાનના ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યા છે. આ યુવાનોને પાછળથી દોડી આવેલી બોલેરોની ટક્કરથી ઈજા થઈ હતી.

ઉપરોક્ત યુવાનોમાંથી શ્યામ અશોકભાઈ ગાગીયા નામના યુવાનને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત પછી ત્યાંથી પસાર થયેલા વાહનોના ચાલકોએ આ યુવાનોને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. તે દરમિયાન લાલપુર પોલીસનો કાફલો પણ ધસી આવ્યો હતો. લોહી નીંગળતી હાલતમાં શ્યામ અશોકભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ બાબતની ફરિયાદ નોંધવાની તજવીજ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh