Advertisement
Author: નોબત સમાચાર

લાલ ૫રિવાર દ્વારા માતા-પિતા વિહોણી વિદ્યાર્થિનીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

શ્રી અશોકભાઈ લાલના જન્મદિને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: શ્રી અશોકભાઈ લાલના જન્મદિને શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા માતા-પિતા વિહોણી વિદ્યાર્થિનીઓ - દીકરીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ કરાયું હતું.

શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ હરિદાસ લાલના જન્મદિન તા. ર૮-૧ર-ર૦રપ, રવિવારના સવારે ૧૦.૩૦ કલાકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જામનગરની કુલ ૪પ શાળાઓમાં ધો. પ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કે જેઓને માતા-પિતા અથવા માતા અને પિતા બન્ને હયાત ન હોય તેવી દીકરીઓની સમિતિ મારફતે માહિતી મેળવતા કુલ ૪૬ દીકરીઓને વાલીપણાના મમત્વ હેઠળ અભ્યાસ ચાલુ હોય.

આ દીકરીઓને વાલીપણાનો પ્રેમરૂપ સહયોગ કરતા અશોકભાઈ લાલના જન્મદિવસની ઉજવણી હેઠળ કુલ ૪૬ દીકરીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ કરવામાં આવેલ આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ, ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ લાલ તેમજ ટ્રસ્ટી નટવરલાલ ઠક્કર, શિક્ષણ સમિતિના ચેરમેન ૫રસોતમભાઈ કકનાણી, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાન્તભાઈ ખાખરીયા, વિદ્યાર્થિનીઓના વાલીગણ, વર્ગશિક્ષક, આચાર્ય, શિક્ષણ સમિતિના કર્મચારીઓ સવિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગને અનુરૂપ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. જીતુભાઈ લાલે ટ્રસ્ટના વિવિધલક્ષી સામાજિક પ્રવૃત્તિઓનો ચિતાર આપેલ તેમજ શ્રી અશોકભાઈ લાલે સાયકલ સ્વીકારતી વિદ્યાર્થિનીઓને ભવિષ્યની શુભકામના તેમજ ભવિષ્યમાં જે પાંચ દીકરીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે જે કાંઈ ખર્ચ થાય તે ટ્રસ્ટ દ્વારા નિભાવવામાં આવશે.

ઉપસ્થિત સર્વેએ અશોકભાઈ લાલને જન્મદિનની શુભેચ્છા આપી હતી. શાસનાધિકારી શ્રી ફાલ્ગુનીબેન પટેલે તુલસી કુંડ અર્પણ કરેલ અને ધાર્મિક શાસ્ત્રોક્ત અને વૈજ્ઞાનિક અન્વયે તુલસીજીનું શું મહત્ત્વ છે તે સાથે સૌ ઉપસ્થિત મહેમાનોએ શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ રાજયગુરૂએ કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh