Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસના સર્વસર્વા સોનિયા ગાંધી હોસ્પિટલમાં

દિલ્હીમાં પ્રદુષણ સંદર્ભે સાવચેતી ખાતર ચેકઅપ ?

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૬: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડતા તેઓને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે, દિલ્હીમાં હવાઈ પ્રદુષણના સંદર્ભે તેઓને સાવચેતી ખાતર ચેકઅપમાં લઈ જવાયા હોવાનું કહેવાય છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે મોડી સાંજ તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં.

સૂત્રોના જણાવ્યાનુસાર સોનિયા ગાંધીને જૂની ખાંસી (ક્રોનિક કફ) અને શ્વાસ લેવામાં તકલીફના કારણે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ દ્વારા મળતી માહિતી મુજબ હાલ તેમની તબિયત સ્થિર છે. તેમને ચેસટ સ્પેશિયાલિસ્ટ (છાતીના રોગના નિષ્ણાત) ડોક્ટરોની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યાનુસાર આ એક રેગ્યુલર ચેકઅપનો એક ભાગ છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને કારણે તેમને ખાંસીની સમસ્યા વધી હતી. જેના નિવારણ માટે તેઓ તપાસ કરાવી રહ્યાં છે.

પીટીઆઈના અહેવાલો મુજબ સોનિયા ગાંધી લાંબા સમયથી શ્વાસ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યાં છે. દિલ્હીની હવાની ગુણવત્તા ખરાબ થતા તેમને અવારનવાર ચેકઅપ માટે હોસ્પિટલ આવવું પડે છે. ઉલ્લેખનિય છે કે, સોનિયા ગાંધીએ ડિસેમ્બર-ર૦રપ માં જ પોતાનો ૭૯ મો જન્મદિવસ ઉજવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh