Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈપીએલ-ર૦ર૬
નવી દિલ્હી તા. ૬: આગામી આઈપીએલ-ર૦ર૬ માટે રાજસ્થાન રોયલ્સ ટીમમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ચેન્નઈ સુપર કીંગ્સમાંથી રાજસ્થાન રોયલ્સે ટ્રેડ કરી સંજુ સેમસનની સામે રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન આપ્યું છે. હવે રાજસ્થાન રોયલ્સની ટીમના કેપ્ટન કોણ બનશે તે અંગે ચાલતા તર્ક-વિતર્ક વચચે રાજસ્થાન રોયલ્સના ફ્રન્ચાઈઝીએ રવિન્દ્ર જાડેજાનો એક રજવાડી સ્ટાઈલના સાફા સાથેનો ફોટો શેર કરીને તેને 'થલાપતિ' (કમાન્ડર-કેપ્ટન) ગણાવતા રવિન્દ્ર જાડેજા જ કેપ્ટન બનશે તેવી અટકળો તેજ બની છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રવિન્દ્ર જાડેજાએ આઈપીએલની કારકિર્દી રાજસ્થાન રોયલ ટીમમાંથી જ શરૂ કરી હતી અને રાજસ્થાન રોયલ્સને ર૦૦૮ મા આઈપીએલ ચેમ્પિયન બનાવવામાં રવિન્દ્ર જાડેજાની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. આરઆરના તત્કાલિન કેપ્ટન શેન વોર્ને રવિન્દ્ર જાડેજાને 'સર'નું બિરૂદ આપ્યું હતું. હવે ૧પ વર્ષ પછી રવિન્દ્ર જાડેજાની રાજસ્થાન રોયલ્સમાં વાપસી થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial