Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદના પ્લેન ક્રેશ મુદ્દે સરકાર ઉંડી તપાસ કરી રિપોર્ટ જાહેર કરેઃ કાર્તિ ચિદમ્બરમ

૫ોતે નવા ઈનપુટ સરકારને પહોંચાડયા હોવાનો દાવો કર્યો

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૬: અમદાવાદના પ્લેન ક્રેશ મામલે સરકાર ઉંડી તપાસ કરીને રિપોર્ટ જાહેર કરે, તેવી માંગણી સાથે એવો દાવો કર્યો છે કે તેમના કાર્યાલયને મળેલી આ અંગેની નવી માહિતી તેમણે સરકારને મોકલી છે.

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે મોટો દાવો કર્યો છે. તેમનો દાવો છે કે પ્લેન ક્રેશ મામલે નવી જાણકારી મળી છે. તેમણે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને પત્ર લખી નવી જાણકારી અંગે તપાસની માંગ કરી છે.

તા. ૫ જાન્યુઆરીએ લખેલા પત્રમાં કાર્તિ ચિદમ્બરમે કહૃાું છે, કે એર ઈન્ડિયા પ્લેન ક્રેશની તપાસ મામલે હું વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટીકરણ જાણવા માંગુ છું. મને જાણ થઈ છે કે પ્રાથમિક તપાસ બાદ હવે કેટલીક નવી જાણકારી અને જરૂરી ઈનપુટ સામે આવ્યા છે.

મારા કાર્યાલયને જે જાણકારી પ્રાપ્ત થઈ તે સરકારને પણ પાઠવવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતા અને નુકસાનને જોતાં સરકાર આ અંગે તપાસ કરે તે જરૂરી છે. તેમ જણાવી આ અંગે કાર્તિ ચિદમ્બરમે ૨ સવાલ પૂછ્યા છે. શું આ અંગે તપાસ, સમીક્ષા કે મૂલ્યાંકન શરૂ કરાયું છે ? તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, તેમનો બીજો પ્રશ્ન છે કે શું વધારાની સમિતિની રચના કરાઈ છે?  કાર્તિ ચિદમ્બરમે કહૃાું છે કે સરકારે તપાસના પરિણામો સાથે નવો રિપોર્ટ જાહેર કરવો જોઈએ. નોંધનીય છે વર્ષ ૨૦૨૫માં ૧૨મી જૂને અમદાવાદથી લંડન જઈ રહેલું વિમાન ટેક ઓફ બાદ અમદાવાદમાં ક્રેશ થયું હતું. જેમાં ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh