Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રેઈન હટાવવાની હોઈ સલામતીના હેતુથી
જામનગર તા. ૬: જામનગરમાં તળાવની પાળે ભુજીયા કોઠા થી ખંભાળિયા નાકા સુધીનો માર્ગ તા. ૬ થી ત્રણ દિવસ સુધી વાહન વ્યવહાર માટે બંધ રાખવા માટેનું મહાનગર પાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે .આ માટે વાહન ની અવર જવર માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર ડી.એન. મોદીએ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી છે કે, જામનગર મહાનગર પાલિકાની હદમાં ભુજીયા કોઠા પાસેથી ખંભાળીયા ગેઇટ તરફ જતા રસ્તા પાસે ક્રેઈનનું ઇરેકશન કરી તેને ભુજીયા કોઠા પાસેથી રીમુવ કરવાની હોય, આથી આ રસ્તો સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી ભુજીયા કોઠા ક્રેઇન રીમુવિંગની કામગીરી કરવા અર્થે તા.૬/૧/૨૦૨૬ થી ૮/૧/૨૦૨૬ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવેશે. જેનો અમલ કરવા આ હુકમ કરવામાં આવ્યો છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે બીપીએમસી એક્ટની કલમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવશે.
ભુજીયા કોઠા પાસેથી ખંભાળીયા ગેઇટ તરફ જતા રસ્તા પર થી સદરહુ તમામ વાહન વ્યવહાર બંધ રહેશે, જેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા રણમલ તળાવ ગેઇટ નં - ૯ મેઈન રોડથી ન્યુ સ્કૂલ મેઈન રોડનો ઉપયોગ કરી શકાશે. તદ્ઉપરાંત આ રોડની આજુબાજુના દિગ્વિજય પ્લોટ શેરી નં. ૧ થી ૧૦ના આંતરિક રસ્તાઓનો પણ વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગ કરી શકાશે. તેમ મ્યુનિસિપલ કમિશનરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial