Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના પુત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવીઃ
જામનગર તા. ૬: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામના પાટીયા પાસે ગઈકાલે સવારે એક્ટિવા સ્કૂટર પર જઈ રહેલા રામેશ્વરનગરમાં રહેતા વૃદ્ધને પાછળથી મોત બનીને ધસી આવેલી મોટરે ટક્કર મારતા ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પુત્રીની ફરિયાદ પરથી મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં વસવાટ કરતા સુરેશભાઈ સોમૈયા નામના પાંસઠ વર્ષના વૃદ્ધ ગઈકાલે સવારે અગિયારેક વાગ્યે જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર નાઘેડી ગામના પાટીયા પાસેથી જીજે-૧૦-ડીજી ૭૭૧ નંબરના એક્ટિવા સ્કૂટર પર પસાર થતા હતા.
આ વેળાએ જીજે-૧૦-ડીએ ૫૯૬૨ નંબરની મોટર પાછળથી ફૂલસ્પીડમાં ધસી આવી હતી. તે મોટરના ચાલકે બેફિકરાઈપૂર્વક ડ્રાઈવીંગ કરી આગળ જતા સુરેશભાઈને હડફેટે લેતા આ વૃદ્ધ રોડ પર ફેંકાઈ ગયા હતા. આ વેળાએ ત્યાંથી પસાર થતા અન્ય વાહનો થંભી ગયા હતા. કોઈએ ૧૦૮ને કોલ કરતા એમ્બ્યુલન્સ દોડી આવી હતી.
આ વૃદ્ધને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી ગઈકાલે સાંજે તેમનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના પુત્રી દીક્ષાબેન સોમૈયાનું નિવેદન નોંધ્યું છે. તેમની ફરિયાદ પરથી પોલીસે મોટરના ચાલક સામે બીએનએસ તથા એમવી એક્ટની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial