Advertisement
Author: નોબત સમાચાર

પાંચ દિવસનું અઠવાડિયું કરવાની માગણી સાથે બેંકકર્મીઓની ર૭ જાન્યુઆરીના દેશવ્યાપી હડતાલ

જાહેર રજાઓ સાથે જોડીને આંદોલનના નામે રજાઓની મજા ભોગવવાની નીતિ?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: ફરી એક વખત તગડા પગાર મેળવતા બેંક કર્મચારીઓએ પોતાની માગણીને વાચા આપવા હડતાલનું એલાન આપ્યું છે.

જો કે, દરેકને પોતાના પ્રશ્નને વાચા આપવાના કાર્યક્રમ માટે અધિકાર હોય છે, પરંતુ બેંક યુનિયનો જાહેર રજાના આગળ-પાછળના દિવસોમાં જ હડતાલનું એલન આપી બેંક ગ્રાહકોની સમસ્યામાં વધારો કરે છે.

બેંકમાં પાંચ દિવસનું અઠવાડિયું કરવા સરકારે સહમતી આપી હતી. આમછતાં હજુ તેની અમલવારી કરવામાં આવી નથી.

આ મુદ્દાને વાચા આપવા દેશના બેંક કર્મચારી સંગઠનો દ્વારા તા. ર૭-૧-ર૦ર૬ ના બેંક હડતાલનું એલાન આપવામાં આદ્યું છે. પરિણામે સળંગ ચાર દિવસ બેંક સેવા બંધ રહેશે જેના કારણે વેપારીઓ, ધંધાર્થીઓ અને સામાન્ય લોકોને ભારે મુશકેલી નડશે.

કારણ કે તા. ર૪ ના ચોથો શનિવારની રજા છે, તા. રપ ના રવિવારની રજા છે, તા. ર૬ અને સોમવારે પ્રજાસત્તાક પર્વની જાહેર રજા છે, અને તા. ર૭ ના બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આમ સર્વત્ર ચાર દિવસ લોકો બેંક સેવાથી વંચતિ રહેશે. દરેક કર્મચારીને પોતાની નડતી સમસ્યાને વાચા આપવા માટે કાર્યક્રમો, દેખાવો કરવાનો અધિકાર છે, પરંતુ બેંક યુનિયનોની હડતાલ સમયે મોટાભાગે ગ્રાહકો પરેશાન થાય તેવા જ નિર્ણયો લેવાયા છે, જ્યારે એ સમજાતું નથી કે બેંક કર્મચારીની હડતાલ સરકાર સામે છે કે બેંક ગ્રાહકને પરેશાન કરવા માટેની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh