Advertisement
Author: નોબત સમાચાર

આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુન્હામાં આરોપી પિતા-પુત્રની પોલીસ દ્વારા ધરપકડ

રવિવારે મહિલાએ પુત્રને ફેંકી જાત ઝંપલાવી હતીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૬: દ્વારકામાં રવિવારે દીવાદાંડીના ત્રીજા માળેથી એક તરૂણને નીચે ફેંકી દઈ તેની માતાએ પણ ઝંપલાવી લીધુ હતું. નીચે પટકાયેલા બંને માતા-પુત્રના મૃત્યુ નિપજ્યા હતા. પોલીસે મૃતકના સાસુની ફરિયાદ પરથી તેણીના પતિ તથા સસરા સામે ગુન્હો નોંધાયો હતો. બંને આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

દ્વારકા શહેરમાં આવેલી દીવાદાંડીના ત્રીજા માળે રવિવારે ગયેલા સોયનાબેન મયુરભાઈ સોલંકી નામના મહિલાએ પોતાના છ વર્ષના પુત્ર મયંકને ત્રીજા માળેથી નીચે ફેંક્યા પછી પોતે પણ નીચે ઝંપલાવી લીધુ હતું. નીચે પડેલા માતા-પુત્રના ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.

બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસ ટીમે બંને મૃતદેહનો કબજો સંભાળી મૃતક સોયનાબેનના સાસુ જીવીબેન મશરીભાઈ ગામીનું નિવેદન નોંધ્યા પછી જીવીબેને પોતાના પતિ મશરીભાઈ રામશીભાઈ ગામી તથા પુત્ર મયુર મશરીભાઈ ગામી સામે ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત પિતા-પુત્રએ સોયનાબેનને મરી જવા માટે દુષ્પ્રેરણા આપી હતી. તેણીનો પતિ મયુર છેલ્લા કેટલાક વર્ષાેથી પત્નીને નજરઅંદાજ કરતો હતો. તેથી સોયનાબેન વાજ આવી ગયા હતા અને તેના કારણે પુત્રને ફેંકી દીધા પછી પોતે પણ મોતને છલાંગ લગાવી હતી. પોલીસે ઉપરોક્ત ફરિયાદ પરથી મૃતકના પતિ મયુર તથા સસરા મશરીભાઈ ગામી સામે ગુન્હો નોંધ્યો હતો. આ બાબતની શરૂ થયેલી તપાસ દરમિયાન પીઆઈ બારસીયાએ ડીવાયએસપી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ બંને આરોપીને પકડી પાડ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh