Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કાના માછીમારની પોલીસ દ્વારા અટકઃ
જામનગર તા. ૬: ખંભાળિયાના વાડીનાર મરીન પોલીસ મથકના સ્ટાફે દરિયાની ખાડીમાંથી એક બોટમાંથી શંકાસ્પદ જણાતો દોઢસો લીટર ડીઝલનો જથ્થો કબજે કરી લીધો છે.
ખંભાળિયા તાલુકાના વાડીનારમાં ઈન્ચાર્જ પીઆઈ આર.એચ. સુવા તથા ટીમ દ્વારા કરવામાં આવી રહેલા દરિયાઈ પેટ્રોલિંગમાં એક બોટમાં શંકાસ્પદ ડીઝલનો જથ્થો લઈ જવામાં આવતો હોવાની બાતમી મળતા જીજે-૧૦-એમએમ ૧૭૧૫ નંબરની બોટને આંતરી લેવાઈ હતી. આ બોટની તલાશી લેવાતા તેમાંથી બોટના ઉપયોગ સિવાયના વધુ દોઢસો લીટર ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો. રૂ।. ૧૩,૫૦૦ની કિંમતના ત્રણ કેરબામાં ભરેલા ડીઝલના આ જથ્થા અંગે કોઈ આધાર પુરાવા ન આપી શકાતા પોલીસે ડીઝલનો જથ્થો કબજે કરી સિક્કાના માછીમાર શબ્બીર અબ્દુલ સંઘાર સામે અટકાયતી પગલાં ભર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial