Advertisement
Author: નોબત સમાચાર

જૂની જયશ્રી ટોકિઝ રોડ પરથી અંગ્રેજી શરાબના ૧પ ચપલા સાથે શખ્સ ઝબ્બે

બાઈકમાં ચાર ચપલા લઈને જતો શખ્સ પકડાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરના સુપર માર્કેટ રોડથી જૂની જયશ્રી ટોકિઝવાળા રોડ પર જઈ રહેલા એક શખસ પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૧પ ચપલા કબજે કર્યા છે. જ્યારે પંચેશ્વર ટાવર રોડથી બાઈકમાં દારૂના ચાર ચપલા લઈને જતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરના બેડીનાકા પાસે આવેલી સુપર માર્કેટથી જયશ્રી ટોકિઝ તરફ જવાના રસ્તા પરથી ગઈકાલે સાંજે પસાર થતાં સાધના કોલોનીના રહેવાસી સુરેશભાઈ ગિરધરભાઈ શર્મા ઉર્ફે સાંઈ નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે શકના આધારે રોકાવી તલાશી લેતા આ શખ્સ પાસેથી ઈંગ્લીશ દારૂના ૧પ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી સુરેશ શર્માની ધરપકડ કરી છે.

જામનગરના પંચેશ્વર ટાવર રોડ પરથી ગઈકાલે સાંજે પસાર થતાં અને બેડીના નાકા પાસે વાળંદ શેરીમાં રહેતા હિતેશ દોલતભાઈ મારૂ નામના શખ્સના મોટરસાયકલને રોકાવી પોલીસે ચેક કરતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા તથા મોટર સાયકલ કબજે કરી હિતેશ મારૂની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh