Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા. ૭ જાન્યુઆરીએ
જામનગર તા. ૬: જામનગર જિલ્લાના સિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીની ઉત્તમ તકો મળી રહે તેવા ઉમદા હેતુથી જિલ્લા રોજગાર કચેરી જામનગર તેમજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા-જામનગર દ્વારા સંયુક્તપણે તા. ૭-૧-ર૦ર૬ ના એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં જામનગર જિલ્લાના ખાનગી ક્ષેત્રના નામાંકિત અને પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહેશે. રોજગારવાંચ્છુ ઉમેદવારોની લાયકાત મુજબ વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા સ્થળ પર જ પ્રાથમિક ઈન્ટરવ્યૂ લઈ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જે યુુવાનો એપ્રેન્ટીસશીપ તાલીમ મેળવીને પોતાની કારકિર્દી બનાવવા માગતા હોય તેમના ભાટે આ એક અમૂલ્ય ક છે.
ભરતીમેળામાં સામેલ થવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ પોતાના અદ્યત્તન બાયો. ડેટા, તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ, અનુભવના પ્રમાણપત્રો તેમજ પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સાથે સવારે ૧૦ કલાકે સેમિનાર હોલ, ચોથો માળ, આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગરમાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે. તેમજ વધુમાં વધુ યુવાનોને આ તકનો લાભ લેવા આચાર્ય શ્રી આઈ.ટી.આઈ. જામનગર તથા જિલ્લા રોજગાર અધિકારી જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial