Advertisement
Author: નોબત સમાચાર

નગરના રેસ્ટોરન્ટ સંચાલકની ઝેરી દવા પી આત્મહત્યાઃ ઉછીની આપેલી રકમનો મામલો

મૃતકના ભાઈના નિવેદન પરથી પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરમાં રેસ્ટોરન્ટ ચલાવતા એક યુવાને રવિવારે અકળ કારણથી ઝેરી દવા પીધા પછી સારવાર અપાઈ હતી. આ યુવાનનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી જણાવ્યું છે કે, જુદા જુદા વ્યક્તિઓએ મૃતક પાસેથી હાથઉછીની રકમ લીધા પછી કોઈએ પૈસા આપવાની ના પાડી દેતા તેમના ભાઈએ આ પગલું ભરી લીધુ છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

જામનગરના હવાઈચોક વિસ્તાર નજીક આવેલા નાગર ચકલામાં શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા મયુરભાઈ હરીશભાઈ ગણાત્રા (ઉ.વ.૪૧) નામના યુવાને રવિવારે પોતાના ઘરે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી તાકીદે સારવાર શરૂ કરી દેવાઈ હતી.

આ યુવાનને ગઈકાલે રજા આપવામાં આવ્યા પછી ગઈકાલે બપોરે ચારેક વાગ્યે મયુરભાઈ પોતાના ઘરે ઓરડામાં હતા ત્યારે નાકમાંથી લોહી નીકળતા બેભાન બની ગયા હતા. તેમના પરિવારજનોએ રૂમનો દરવાજો તોડીને મયુરભાઈને બહાર કાઢ્યા પછી વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તેેનું મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ તુષારભાઈ ગણાત્રાએ પોલીસને જાણ કરી છે. જાણવા મળ્યા મુજબ ઓશવાળ હોસ્પિટલ પાસે જલારામ રેસ્ટોરન્ટ નામની દુકાન ચલાવતા મયુરભાઈ પાસેથી એક પોલીસ કર્મચારી સહિત પાંચેક વ્યક્તિએ હાથઉછીના પૈસા લીધા હતા. તેની નોંધ મયુરભાઈએ પોતાની ડાયરીમાં કરી હતી. તે પછી કોઈ વ્યક્તિએ પૈસા આપવાની ના પાડી દેતા માઠું લાગી આવતા મયુરભાઈએ રવિવારે ઝેરી દવા પી લીધી હતી. તે પછી ગઈકાલે તેમનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મયુરભાઈની લખાયેલી મનાતી ડાયરી કબજે કરી તપાસ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh