Advertisement
Author: નોબત સમાચાર

સલાયાની બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં કેસ ઉપાડવા જતા ખાતેદારોને ભારે હાલાકી

અધિકારીઓ દ્વારા ઉદ્ધતાઈભર્યા વર્તનની રાવ !

                                                                                                                                                                                                      

સલાયા તા. ૬: સલાયામાં એક માત્ર રાષ્ટ્રીયકૃત બેંક બેંક ઓફ બરોડા આવેલ છે.જેમાં સલાયાના મોટાભાગના સૌથી વધુ લોકોના સેવિંગ અને કરંટ એકાઉન્ટો આવેલ છે.

હાલ છેલ્લા થોડા સમયથી બેંકમાંથી કેસ ઉપાડવા જતા ખાતેદારોને ભારે હાલાકી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. જેમાં લોકોને એક અથવા બે લાખ જેટલા પૈસા ઉપાડવામાં પણ બે થી ત્રણ દિવસની રાહ જોવી પડે છે. બેંકના અધિકારીઓ સાથે વાત કરતા જવાબમાં જણાવ્યું કે આ બેન્કની કેસ રાખવાની લિમિટ બહુ ઓછી હોવાથી આ તકલીફ પડી રહી છે. તો બ્રાન્ચ દ્વારા ઉચ્ચ કક્ષાએ સબંધિત અધિકારીઓ પાસે વધું કેસ રાખવાની છૂટ મળે એવા પ્રયત્નો કરવા જોઈએ પરંતુ એ ન થતા હોય જેનો ભોગ ગ્રાહકોએ બનવું પડે છે.

હાલમાં જ સલાયા પાસેના ગામમાંથી એક ખેડૂત દ્વારા એના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડવા જતા એમને બે થી ત્રણ દિવસનું કહેતા ખેડૂત મૂંઝાયો હતો.ખેડૂતોને ભાગિયાઓને આપવાના થતા પૈસા સમયે ચૂકવવાના હોય છે જેથી ખૂબજ રિક્વેસ્ટ બાદ માત્ર ૨૦ હજાર આપેલ હતા. આટલી મોટી રાષ્ટ્રીયકૃત બેંકમાં જો ખેડૂતોને પોતાના પૈસા ઉપાડવામાં મુશ્કેલી પડે એ આજના જમાનામાં બહુ વિચિત્ર કહેવાય. અધિકારીઓને રજૂઆત કરતા એમના દ્વારા પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન થતાં ખેડૂતે રિજિયોનલ ઓફિસે ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ શિવાય પણ આ બેન્કની કામગીરીને લઈને નાની મોટી અનેક ફરિયાદો ગ્રાહકો કરતા હોય છે પરંતુ એનું નિરાકરણ કરવામાં આવતું નથી.બેંક દ્વારા કરંટ એકાઉન્ટ ધારકોને કેસ ભરવા તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવે તો બેંકમાં કેસ રૂપિયા વધુ આવે પણ બેંક દ્વારા આવી કોઈ સગવડ કરંટ એકાઉન્ટ ધારકોને આપવામાં આવતી નથી તેમજ વેપારીઓ સાથે પણ યોગ્ય રીતે વર્તણૂક થતી નથી જેથી આવા પ્રશ્નો ઉદભવે છે. જો ટૂંક સમયમાં આ પ્રશ્ન નહીં ઉકેલાય તો સલાયા, સોડસલા, કુબેર વિસોત્રી તેમજ અન્ય આજુબાજુના ગામના ખાતેદારો સમૂહમાં રેલી કાઢી અને ઉચ્ચ લેવલે ફરિયાદ કરશે એવી ચીમકી આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh