Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાન્યુઆરીના અંતે મુંબઈમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ મીટ લોહાણા મહાપરિષદના પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાનાર છેઃ
જામનગર તા. ૬: લોહાણા મહાપરિષદના નેજા હેઠળ જામનગર સહિત પ્રદેશ અને દેશના વ્યાપારીઓ-ઉધોગકારો અને નાના લઘુ ઉધોગકારો સાથે સ્ટાર્ટઅપ માટે યુવાઓને વૈશ્વિક સ્તરે તક મળે તે માટે જામનગરના આંગણે લોહાણા મહાપરિષદના નેજા હેઠળ જામનગર લોહાણા મહાજનના ઉપક્રમે * લોહાણા સ્ટાર્ટઅપ અને એમ.એસ.એમ.ઈ.મીટ ' નું આયોજન શહેરની લોહાણા મહાજનવાડીમાં કરવામાં આવ્યું હતું.
લોહાણા સમાજના ઉત્કર્ષ સાથે શિક્ષણ, રોજગાર અને યુવા ઉધોગકારોને વિશાળ તકો માટે પ્રેરિત કરીને તેમને વૈશ્વિક કક્ષાએ સમાજના ઉધોગકારો, વેપારીઓ સાથે જોડવાના પ્રયાસરૂપે ' લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ મીટ * (એલ.આઈ.બી.એફ.) ના નેજા હેઠળ વર્ષ ૨૦૨૩થી પ્રતિ વર્ષ કાર્યક્રમનું આયોજન દેશ-વિદેશમાં કરવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે જામનગરના યુવા સાહસીકોને ઉધોગકારો વેપારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન માટે જામનગરમાં યોજાયેલી *લોહાણા સ્ટાર્ટઅપ અને એમ.એસ.એમ.ઈ. મીટ' માં વકતવ્ય આપતાં લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણીએ કહૃાું હતું કે, લોહાણા મહાપરિષદના નેજા હેઠળ એલ.આઈ.બી.એફ.દ્વારા વર્ષ ૨૦૨૩માં પ્રથમ વ્યાપાર મેળો આફ્રિકામાં યોજાયો હતો. ત્યારથી પ્રતિવર્ષ આ પ્રકારના આયોજન અનુક્રમે ગાંધીનગર અને દુબઈમાં કરવામાં આવ્યા પછી હવે વર્ષ ૨૦૨૬ માં તા.૩૦-૩૧ જાન્યુઆરી અને તા.૧ ફેબ્રુઆરીના દિવસોમાં મુંબઈમાં * એલ.આઈ.બી.એફ. એકસ્પો ૨૦૨૬ * નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૯૦ ટકા જેટલા સ્ટોલ બુક થઈ ગયા છે.
લોહાણા સમાજના લોહીમાં વેપાર છે, હવે આધુનિક યુગમાં નવીનીકરણ સાથે આપણાં સમાજના ઉધોગકારો વેપારીઓ-યુવા સાહસીકો અને સી.એ.જેવા પ્રોફેશનલો જોડાઈ શકે અને તેઓને નવી દિશા સાથે વિશાળ પ્લેટફોર્મ મળી રહે તેવા ઉદેશ સાથે યોજાતા આ વ્યાપાર મેળામાં વધુમાં વધુ લોકો જોડાઈને વૈશ્વિક કક્ષાના મંચનો લાભ મેળવે તે માટે આ પ્રકારની મીટ સ્થાનિક કક્ષાએ આયોજીત કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં લોહાણા મહાપરિષદના વરિષ્ઠ ઉપપ્રમુખ અને સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ લાલે કહૃાું હતું કે, લોહાણા મહાપરિષદ દ્વારા અનેકવિધ યોજનાઓ જ્ઞાતિજનો માટે ચલાવવામાં આવી રહી છે અને લોહાણા મહાજનો દ્વારા તેનો વ્યાપક લાભ જ્ઞાતિજનો લઈ શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહયા છે. આ વર્ષની બિઝનેસ મીટ મુંબઈ ખાતે આયોજીત કરવામાં આવી છે. જેમાં ભાગ લઈને ઉધોગકારો વેપારીઓ પ્રોફેશનલ અને યુવા સાહસીકો વિશાળ મંચનો લાભ લે તે ઈચ્છનિય છે.
સમાજના વિકાસ અને સશક્તિકરણ માટે ખંડનાત્મક દૃષ્ટિકોણ ધરાવનારાઓને રચનાત્મક દૃષ્ટિકોણ અપનાવીને સાચી વાત કહેવાની આવશ્યકતા છે અને આ રીતે ચાલીશું તો જ આપણો સમાજ વધુ સશકત બની શકશે. તેઓએ પ્રવચનના અંતમાં દરેક જ્ઞાતિજનોએ પોતાની કક્ષાએ સમાજોપયોગી કાર્યમાં જોડાઈને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
લોહાણા મહાપરિષદના વરિષ્ઠ ઉપપ્રમુખ જીતુભાઈ ઠકકર (નાસિક)એ લોહાણા મહાપરિષદની કાર્યપદ્ધતિ અને પોતાના અનુભવો યાદ કરતાં કહૃાું હતું કે, આપણા સમાજના વૈશ્વિક મંચ એલ.આઈ.બી. એફ.ના વર્ષ ૨૦૨૬ના મુંબઈમાં આયોજીત ત્રિદિવસીય કાર્યક્રમમાં અહિં ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો જોડાય તેવી વ્યવસ્થા થવી જોઈએ.
જામનગરના આ કાર્યક્રમમાં લોહાણા મહાપરિષદના ટ્રસ્ટી નિતીનભાઈ રાયચુરા (રાજકોટ), વરિષ્ઠ ઉપપ્રમુખ જીતુભાઈ ઠકકર (નાસિક), જામનગર લોહાણા સમાજના અગ્રણી ઉધોગપતિ અશોકભાઈ લાલ, અમદાવાદથી ભરતભાઈ ઠકકર તેમજ શ્યામભાઈ રાયચુરા, ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના મંત્રી રમેશભાઈ દતાણી, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી (સાબુવાળા), ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી, મંત્રી રાજુભાઈ કોટેચા, ખજાનચી મનોજભાઈ અમલાણી, સહખજાનચી રાજુભાઈ મારફતીયા, ઓડીટર નિલેશભાઈ ઠકરાર, સંગઠન મંત્રી અતુલભાઈ પોપટ, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ મોદી (ભાટીયાવાળા), પ્રચાર-પ્રસાર મંત્રી પાર્થભાઈ સુખપરિયા, લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોનના મંત્રી નિલેશભાઈ કાનાણી સહિત સમાજના આગેવાનો વેપારીઓ ઉધોગકારો વિગેરે ઉપસ્થિત રહૃાા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial