Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની ખાણ-ખનિજની ટીમ ધ્રોલમાં ત્રાટકીઃ
જામનગર તા. ૬: જામનગરની ખાણ-ખનિજ વિભાગની ટીમે ધ્રોળ પંથકમાં દરોડા પાડીને અનિજ ચોરી અંગે જેસીબી તેમજ પાંચ ટ્રેક્ટર જપ્ત કરી તેની કસ્ટડી સ્થાનિક ગ્રામ પંચાયતને સુપ્રત કરી છે.
જામનગરની ખાણ-ખનિજ વિભાગની ટૂકડીએ ધ્રોળ પંથકમાં દરોડો પાડ્યો હતો અને સોયલ ગામમાંથી સાદી માટી (ખનિજ) ની બિનઅધિકૃત રીતે ચોરી અને ખનન કરવાની પ્રવૃત્તિ કરતા એક જેસીબી અને પાંચ ટ્રેક્ટર વિગેરે વાહનો જપ્ત કરવામાં આવ્યા હતાં. ધ્રોળ તાલુકાના સોયલ ગામમાં અવારનવાર સાદી માટી ખનિજના બિનઅધિકૃત ખનનની ફરિયાદ મળતા જામનગરના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી તેઓની તપાસ ટીમ દ્વારા તા. ૩-૧-ર૦ર૬ના આકસ્મિક રીતે તપાસ કરતા ૧ જેસીબી અને પ ટ્રેક્ટર દ્વારા સરકારની કોઈપણ પ્રકારની પરવાનગી વગર બિનઅધિકૃત રીતે ખનન અને વહન કરવામાં આવી રહ્યાનું ધ્યાનમાં આવ્યું હતું. આથી ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન મુળાભાઈ હાદાભાઈ ઝાપડાની માલિકીનું જેસીબી મશીન તેમજ આમીર હુસેન ચાવડાની માલિકીનું ટ્રેક્ટર, નારણભાઈ ગોવિંદભાઈ ઝાપડા, ભૂરાભાઈ વીરાભાઈ ઝાપડા, હાદાભાઈ હરજીભાઈ ઝાપડા અને જાવેદભાઈ લતીફભાઈ ચારેણાની માલિકીનું કુલ પાંચ ટ્રેક્ટર વિગેરે સહિત કુલ રૂપિયા ૬૦ લાખની કિંમતના તમામ વાહનો-મશીનરી સીઝ કરી લઈ તેની કસ્ટડી સોયલ ગ્રામ પંચાયતની કચેરીને સોંપી દેવાઈ છે.
આ સમગ્ર કામગીરી ખાણ-ખનિજ વિભાગની ટીમના નિખીલભાઈ, રમેશભાઈ, આનંદભાઈ, ભાવેશભાઈ, નૈતિકભાઈ અને રજનીકાંતભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial