Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાથી એક બાળકને ગળાને ભાગે ગંભીર ઈજા

પ્રતિબંધિત દોરાઓ વહેંચતા લોકો સામે કાર્યવાહીની માંગઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૬: સલાયામાં આજે એક માસુમ બાળક રસ્તામાં રહી રહ્યો હતો ત્યારે અચાનક એમને ગળામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોર આવતા એના ગળાને ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેને તુરત હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ત્રણ ટાંકા લેવા પડ્યા હતાં.

આ બાળકને ગળાના ભાગે ઈજા થઈ ત્યારે ખૂબ જ લોહી વહી ગયું હતું, પરંતુ સમયસર હોસ્પિટલમાં સારવાર મળતા હાલ બાળકની સ્થિતિ સુધારા ઉપર છે. હજુ ઉત્તરાયણની વાર છે, ત્યાં આ બનાવ બનતા લોકોએ આ પ્રતિબંધિત દોરાઓ વહેંચતા લોકો ઉપર તુરંત કાર્યવાહી કરવા માંગ કરાઈ છે અને આ પ્રતિબંધિત દોરાઓ ઉપયોગ ન કરવા લોકોને અપીલ કરાઈ છે. છેલ્લા અઠવાડિયામાં આ બીજી ઘટના બની હોવાના સમાચાર છે, જેથી તુરંત આવા પ્રતિબંધિત દોરાઓ વહેંચતા લોકોને પકડી અને કાર્યવાહી કરવા માગ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh