Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.બી.આઈ. રિસર્ચના તારણોનું વિશ્લેષણઃ
નવી દિલ્હી તા. ૬: મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. એસબીઆઈ રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ વર્ષ ર૦ર૬ માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ જૂન ર૦ર૬ સુધીમં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને પ૦ ડોલર પ્રતિબેરલ થઈ શકે છે, જેના પરિણામે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો આવવાની સંભાવના છે.
હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમા બ્રન્ટ ક્રૂડ ૧.૦૧ ડોલર વધીને ૬૧ ટકા ડોલર પ્રતિબેરલ પર પહોંચ્યું છે. બીજી તરફ ડબુલ્યુટીઆઈ ક્રૂડ સામાન્ય ઘટાડા સાથે પ૮.ર૯ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે, જો કે એસબીઆઈ રિસર્ચનો અહેવાલ સૂચવે છે કે, આગામી સમયમાં આ કિંમતોમાં મોટો ઘટાડો આવશે.
એસબીઆઈ રિસર્ચ ટીમે તેમના અહેવાલમાં આર્થિક પાસાઓનું વિશ્લેષણ કરતા જણાવ્યું છે કે, બ્રન્ટ ક્રૂડ અને ઈન્ડિયન બાસ્કેટ વચ્ચે ૦.૯૮ નો મજબૂત સંબંધ છે, જેનો અર્થ એ થાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રન્ટ ક્રૂડના ભાવ ઘટતા જ ભારત માટે ક્રૂડ સસ્તું થઈ જશે. આ ઘટાડો માત્ર ઈંધણ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેલના ભાવમાં રાહત મળવાથી એકંદરે મોંઘવારીમાં પણ ઘટાડો થશે, જે આર્થિક વિકાસને નવી ગતિ આપશે, તેમજ ટેકનિકલ અને એનાલિસિસ પણ આ જ દિશામાં સંકેત આપે છે. ભારતીય ક્રૂડ ઓઈલની વર્તમાન કિંમતો પ૦ અને ર૦૦ દિવસની મૂવિંગ એવરેજથી નીચે ચાલી રહી છે, જે સ્પષ્ટપણે સૂચવે છે કે ભવિષ્યમાં ઓઈલના ભાવમાં હજુ પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે.
ઉલ્લેખનિય છે કે, છેલ્લે માર્ચ ર૦ર૪ માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિલીટર ર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી કિંમતો સ્થિર છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ રૂ।. ૯૪.૭૭ અને ડીઝલ રૂ।. ૮૭.૬૭ પ્રતિલીટર મળી રહ્યું છે તેમજ ગુજરાતમાં પેટ્રોલ રૂ।. ૯૪.૬૩-રૂ।. ૯પ પ્રતિલિટર અને ડીઝલ રૂ।. ૯૦.૩૦-રૂ।. ૯૦.૬૭ પ્રતિલિટર મળી રહ્યું છે.
એમેરિકી ઊર્જા માહિતી વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર વર્ષ ર૦ર૬ ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં તેલના ભંડારમાં વધારો થવાને કારણે બ્રન્ટ ક્રૂડ સરેરાશ પપ ડોલર સુધી નીચે આવી શકે છે. તેલના પુરવઠામાં વધારો અને વૈશ્વિક સંજોગો આ ઘટાડા માટે જવાબદાર હોઈ શકે છે. જો વર્ષના મધ્ય સુધીમાં ક્રૂડ ઓઈલ પ૦ ડોલરના સ્તરે પહોંચશે, તો સરકાર અને તેલ કંપનીઓ સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી રાહત આપી શકે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન સસ્તુ થશે અને સામાન્ય ઘરગથ્થું બજેટમાં પણ સુધારો થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial