Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ તાલુકામાં ૧ર,૩ર૯ ખેડૂતોની રૂપિયા ર૧૩ કરોડની મગફળી ટેકાના ભાવે ખરીદાઈઃ રેકોર્ડ

લતીપુરના સિદ્ધિ વિનાયક સેન્ટર દ્વારા

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૬: જય સરદાર મંડળી દ્વારા ધ્રોળ તાલુકામાં ર૧૩ કરોડની મગફળીની રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે અને ટેકાના ભાવે મગફળીની ખરીદીનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. કુલ ૧ર,૩ર૯ ખેડૂતો પાસેથી ર૧૩ કરોડની ખરીદી સંપન્ન થઈ છે.

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં ધ્રોલ તાલુકાએ એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ધ્રોલ તાલુકાના લતીપુર સ્થિત 'શ્રી જય સરદાર ખેત ઉત્પાદન ખરીદ વેંચાણ સહકારી મંડળી' દ્વારા સિદ્ધિવિનાયક સેન્ટરમાં તાલુકાના તમામ નોંધાયેલા ૧ર,૩ર૯ ખેડૂતોની મગફળીની ખરીદી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂતો પાસેથી અંદાજે ર૧૩ કરોડ રૂપિયાની મગફળીની ખરીદી કરવામાં આવી છે.

જય સરદાર ખેત ઉત્પાદન ખરીદ વેંચાણ સહકારી મંડળી, લતીપુરના પ્રમુખ રસિકભાઈ ભંડેરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ધ્રોલ તાલુકામાંથી સિદ્ધિવિનાયક સેન્ટરમાં નોંધાયેલા તમામ ખેડૂતોની મગફળીની ખરીદી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ખરીદી પેટે ખેડૂતોને તેમની ઉપજનું પેમેન્ટ પણ સરકાર દ્વારા સમયસર સીધું ખાતામાં જમા કરી દેવામાં આવે છે.

ખરીદ સેન્ટર પર ખેડૂતોને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે સંસ્થાના વહીવટી સ્ટાફ દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું, જેને પરિણામે ખેડૂતોમાં સંપૂર્ણ સંતોષ સાથે ખુશીની લાગણી પ્રવર્તી રહી છે.

આ સફળર કામગીરી બદલ પ્રમુખ રસિકભાઈ ભંડેરીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિ મંત્રી તેમજ પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે ધ્રોલ તાલુકાના રાજકીય અને સામાજિક આગેવાનો, ખેડૂત ભાઈઓ, પત્રકાર મિત્રો તેમજ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થનાર તમામ વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

નોંધાયેલા તમામ ખેડૂતોની ખરીદી પૂર્ણ થતા ધ્રોલ તાલુકો મગફળી ખરીદીમાં અગ્રેસર રહ્યો છે, તેમ જણાવીને પૂરતી તૈયારી છતાં અપવાદરૂપ કોઈ ખેડૂતને મુશ્કેલી પડી હોય તો તે બદલ દિલગીરી પણ વ્યક્ત કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh