Advertisement
Author: નોબત સમાચાર

કોંગ્રેસના દિગ્ગજ નેતા સુરેશ કલમાડીનું નિધન

વાયુસેનાના પાયલોટમાંથી કેન્દ્રીયમંત્રી બનેલા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૬: કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન થયું છે, લાંબી બીમારી બાદ ૮૨ વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ કલમાડીનું લાંબી બીમારી પછી નિધન થયું છે. તેમને સારવાર માટે પૂણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનો પાર્થિવ દેહને આજે બપોરે બે વાગ્યા સુધી પૂણેના કલમાડી હાઉસમાં રાખ્યા પછી નવી પેઠ સ્થિત વૈકુંઠ સ્મશાન ભૂમિમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે પૂણેમાં રહેતા સુરેશ કલમાડી ૧૯૬૦ના દાયકામાં ભારતીય વાયુસેનામાં પાયલોટના રૂપમાં સામેલ થયા હતા. ત્યાં તેમણે છ વર્ષ સેવા આપી. બાદમાં તેઓ બે વર્ષ સુધી એનડીએમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા હતા.

તેમણે વર્ષ ૧૯૬૫ અને ૧૯૭૧ એમ બે વખત પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધમાં પણ સેવા આપી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા સંજય ગાંધી તેમને રાજકારણમાં લાવ્યા હતા. તે સમયે સુરેશ કલમાડી પૂણેમાં ફાસ્ટફૂડ આઉટલેટ ચલાવતા હતા. તેમને મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસની કમાન સોંપવામાં આવી. ૧૯૮૨માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા.

૧૯૯૬માં તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ રહૃાા અને ચાર-ચાર વર્ષના બે કાર્યકાળમાં તેમણે પ્રમુખ પદ જાળવી રાખ્યું. તેમના પર કોમનવેલ્થ ગેમ્સમાં કૌભાંડના આરોપ લાગ્યા હતા અને સીબીઆઈએ તેમના ઘરે દરોડા પાડી તપાસ પણ કરી હતી. જોકે ગયા વર્ષે જ પુરાવા ન હોવાના કારણે તેમને ક્લીન ચિટ અપાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh