Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનુભવ અને કુશળતાનો સંગ્રહ ઝાયડસ હોસ્પિટલના
એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટ, ઓન્કોલોજીસ્ટ ઓફ રાજકોટના સહકારથી અમદાવાદની ઝાયડસ હોસ્પિટલનાં જીઆઈ, લંગ અને થોરાસિક કેન્સર સર્જન ડૉ. મહેશ પટેલની બુક સર્જિકલ માર્વેલ્સ લોન્ચનો કાર્યક્રમ નવા વર્ષની પહેલી સાંજે રાજકોટમાં યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના ઓન્કોલોજિસ્ટ, ઓન્કો સર્જન્સ, જનરલ સર્જન્સ તેમજ વિવિધ ડોક્ટર્સે હાજરી આપી હતી.
આ બુક લોન્ચ, એસોસિએશન ઓફ સર્જન્સ રાજકોટના પ્રેસિડેન્ટ, ડૉ. સંજય પોપટ, સેક્રેટરી ડૉ. જીગેન ગોહેલ અને ઓન્કોલોજિસ્ટ ઓફ રાજકોટના સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડો. બબિતા હાપાણી તથા સિનિયર ઓન્કો સર્જન ડૉ. નીતિન ટોલિયા, તેમજ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના સર્જરી વિભાગના પ્રોફેસર અને હેડ, ડો. જતીન ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું.
સર્જિકલ માર્વેલ્સ એ ફક્ત, ડૉ. પટેલના સર્જરીમાં અત્યાર સુધી કરવામાં આવેલા કેટલાક સૌથી ઇન્ક્રેડિબલ અને ખાસ કેસની સ્ટોરી દર્શાવતી એક બુક જ નથી, પણ એક ડોક્ટરના સર્જરી કરતા થયેલા વર્ષોનાં અનુભવોનો નિચોડ છે. જે આગળ જતા અન્ય ડોક્ટર્સને દર્દીનું જીવન બચાવવા, પ્રેરણારૂપ બની રહેશે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial