Advertisement
Author: નોબત સમાચાર

પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપી પૈસા પડાવનાર ટોળકી સામે થઈ વધુ બે ફરિયાદ

એક આસામીએ ખાણખનીજના અધિકારીની ઓળખ આપી પૈસા પડાવ્યાની કરી રાવઃ

                                                                                                   

જામનગર તા.૧૨ ઃ ફલ્લા ગામના એક આસામીએ પત્રકાર તરીકે ખોટી ઓળખ આપી બે શખ્સ અને ત્રણ મહિલા રૃા.૩ હજાર પડાવી ગયાની પોલીસમાં કરેલી ફરિયાદ પછી વધુ ત્રણ ફરિયાદ દાખલ થઈ છે. જોડીયાના બે આસાીમએ પૈસા પડાવ્યાની રાવ કરી છે. જ્યારે લૈયારાના આસામીએ ખાણખનીજના અધિકારી તરીકે ઓળખ આપી રૃા.૧૦ હજાર ગયા મંગળવારે પડાવી લેવાયાની ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે. આ ફરિયાદમાં બે મહિલા સહિત ત્રણ નવા નામનો ઉમેરો થવા પામ્યો છે.

જામનગર નજીકના ફલ્લા ગામના બકાભાઈ બાંભવા નામના આસામીએ ગયા મહિનાની ૨૨ તારીખે તેઓ જ્યારે ફલ્લાના ભરતભાઈ નામના ખેડૂતના ખેતરમાં જેસીબીથી માટી ઠાલવતા હતા ત્યારે પત્રકાર તરીકેની ઓળખ આપી ધસી આવેલા પુંજા કમા ચાવડા, વૈશાલી મનિષ ધામેચા, જયોતિ હેમત મારકણા, વિરૃબેન સવજી પરમાર અને પ્રવીણ કરશન પરમાર નામના પાંચ વ્યક્તિએ રૃા.૩ હજાર પડાવી લીધાની પોલીસમાં ફરિયાદ કરાયા પછી આ કહેવાતા પત્રકારો સામે વધુ ત્રણ ફરિયાદ પોલીસ દફતરે નોંધાવા પામી છે.

જોડીયા શહેરમાં દલના વાસમાં વસવાટ કરતા ધ્રાંગીયા મચ્છાભાઈ જીવાભાઈ ગઈ તા.૪ માર્ચની સાંજે છએક વાગ્યે કુન્નડ ગામની સીમમાં ચંદુભાઈ પરમાર નામના ખેડૂતના ખેતરમાં જેસીબી તથા ટ્રેક્ટર વડે માટી ભરતા હતા ત્યારે જીજે-૪-સીજે ૨૧૬૨ નંબરની અર્ટીગા મોટરમાં આવેલા ખંભાળિયાના પ્રવીણ કરશન પરમાર તથા જામનગર સ્થિત હનુમાન ટેકરીમાં રહેતા વિરૃબેન સવજીભાઈ પરમાર અને ત્રણ અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખાણ પત્રકાર તરીકેની આપી વીડિયો ઉતારી લીધો હતો અને તેને પ્રસારિત કરવાની ધમકી આપી રૃા.પ હજાર પડાવ્યા હતા. જોડીયા પોલીસે ગુન્હો રજીસ્ટર કર્યાે છે.

દલના વાસમાં જ રહેતા મોતીભાઈ દેવાભાઈ ધ્રાંગીયાએ પણ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ગઈ તા.૭ એપ્રિલે સાંજે જોડીયાના હડીયાણા ગામમાં તળાવ પાસે જેસીબી તથા ટ્રેક્ટરથી માટીનું ખોદકામ કરતા હતા ત્યારે જીજે-૪-સીજે ૨૧૬૨ નંબરની અર્ટીગામાં આવેલા ખંભાળિયા ના પ્રવીણ કરશન પરમાર, જામનગરના માટેલ ચોકમાં રહેતા વૈશાલી મનિષ ધામેચા, મધુરમ રેસીડેન્સીમાં રહેતા જયોતિ હેમત મારકણા, હનુમાન ટેકરીવાળા વિરૃબેન સવજી પરમાર અને એક અજાણ્યા શખ્સે વીડિયો ઉતારી લઈ તેને વાયરલ કરવાની ધમકી આપી રૃા.૧૦ હજાર પડાવ્યા હતા.

ત્યારપછી ધ્રોલ તાલુકાના લૈયારા ગામના ધર્મેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા નામના આસામી ગયા મંગળવારે બપોરે લૈયારાના તળાવમાં જેસીબી તથા ટ્રેક્ટરથી કામ કરતા હતા ત્યારે જીજે-૪-સીજે ૨૧૬૨ નંબરની અર્ટીગામાં આવેલા પ્રવીણ કરશન પરમાર, વિરૃબેન સવજી પરમાર ઉપરાંત ખંભાળિયાના ગીતાબેન પ્રવીણભાઈ ચાવડા, શંકરટેકરી માં રહેતા રાજેશ્રીબેન ઉર્ફે જયશ્રીબેન દીપક ચૌહાણ, રામેશ્વરનગરમાં રહેતા જગદીશ હસમુખ સાંથેલા નામના પાંચ વ્યક્તિએ વીડિયો ઉતારી લઈ ખાણખનીજના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી રૃા.૧૦ હજાર બળજબરીથી કઢાવી લીધા હતા. ધ્રોલ પોલીસે ગુન્હો રજીસ્ટર કર્યાે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh