Advertisement
Author: નોબત સમાચાર

સડોદરમાં આવેલા શ્રી ફૂલનાથ મહાદેવના મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

ભોજન-ભજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે

                                                                                       

જામનગર તા. ૧૨ઃ શ્રી ફૂલનાથ મહાદેવના સમસ્ત સેવક ગણના મોક્ષાર્થે અને વિશ્વ કલ્યાણાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી ફૂલનાથ મહાદેવ મંદિર, મુ. સડોદરામાં કરવામાં આવ્યું છે. તા. ૧૩/૪ ના સવારે ૯ વાગ્યે કથાનો પ્રારંભ અને તા. ૧૯/૪ ના સાંજે પ વાગ્યે કથાની પૂર્ણાહુતિ થશે.

ભાગવતાચાર્ય શાસ્ત્રી પ.પૂ. ગુલાબભાઈ ભટ્ટ વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે. તા. ૧૩/૪ ના સવારે ૭ વાગ્યે પૂજનવિધિ, ૧૦ વાગ્યે પોથીયાત્રા, તા. ૧પ/૪ ના સાંજે ૬ વાગ્યે શ્રી નૃસિંહ પ્રાગટ્ય, તા. ૧૬/૪ ના સવારે ૧૦ વાગ્યે શ્રી વામન પ્રાગટ્ય, બપોરે ૧ર વાગ્યે શ્રી રામ જન્મોતસવ, સાંજે ૬ વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, તા. ૧૭/૪ ના સવારે ૧૧ વાગ્યે ગિરિરાજ ગોવર્ધન ઉત્સવ, તા. ૧૮/૪ ના સાંજે ૬ વાગ્યે શ્રીકૃષ્ણ-રૃક્ષ્મણી વિવાહ, તા. ૧૯/૪ ના શ્રીકૃષ્ણ-સુદામાનું આગમન અને સાંજે પ વાગ્યે કથા વિરામ લેશે. કથા શ્રવણનો સમય સવારે ૯ થી ૧ર અને બપોરે ૩ થી સાંજના ૬ વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યો છે.

રૃા. ર૧ લાખનો સહયોગ આપનારા દાતા પીઠાભાઈ ભીખાભાઈ જોગલ, જેસાભાઈ લાખાભાઈ નંદાણિયા (શ્રી રાજાધીરાજ ઈન્ફ્રા. પ્રાઈવેટ લિ.-જામનગર) આ કથાના મુખ્ય યજમાન છે. યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી ડોલરરાયજી (સડોદરવાળા) બિરાજશે. આ કથામાં અનેક દાતાઓ દ્વારા આર્થિક સહયોગ તથા વિવિધ વસ્તુઓ આપવામાં આવી છે. કથા દરમિયાન બન્ને ટાઈમ પ્રસાદ (ભોજન) ની વ્યવસ્થા રાખવામાં આવી છે.

ભાગવત સપ્તાહ દરમિયાન સંતવાણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. જેમાં સંતવાણીમાં તા. ૧૩/૪ ના માણસુરભાઈ ગઢવી, શેખરદાન ગઢવી, કાનભાઈ ભરવાડ, નૈતિકભાઈ વ્યાસ, પ્રીતિબેન વાંઝા અને રિંકલબેન પરમાર, તા. ૧પ/૪ ના દેવાયત ખવાડ, કાનભાઈ ભરવાડ, મીનાબેન વાઝા અને મીરાબેન આહિર તથા તા. ૧૭/૪ ના માયાભાઈ આહિર, રાજભા ગઢવી, કાનભાઈ ભરવાડ સહિતના કલાકારો દુહા-છંદ-ભજન અને વાર્તા રજૂ કરશે.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં તા. ૧૪ ના સાંજે ૭-૩૦ થી ૯-૩૦ પ્રેરણા વિદ્યાલય (ચિરોડ), સ્વામી વિવેકાનંદ લોકભવાઈ મંડળ, તા. ૧પ ના સાંજે ૭ થી ૯-૩૦ બાલકૃષ્ણ વિદ્યાલય-નવાગામ, તા. ૧૬/૪ ના સાંજે ૭ થી ૯-૩૦ ભાદ્રરાજ વિદ્યાલય-સડોદર, રાત્રે ૧૦ વાગ્યે રાસ-ગરબા, તા. ૧૮ ના રાત્રે ૯-૩૦ વાગ્યે મોટા કાલાવડની પ્રખ્યાત કાન-ગોપી પોતાની કૃતિ રજૂ કરશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh