Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૧૨ઃ ક્રિકેટ વિશ્વમાં ખ્યાતનામ ખેલાડીઓમાં આગવું નામ ધરાવતાં જામનગરના મહાન ક્રિકેટર વિનુભાઈ માંકડની તા.૧૨ એપ્રિલ,૨૦૨૫ ના ૧૦૮મી જન્મ જયંતી નિમિતે સવારે ૧૦ઃ૩૦ કલાકે જામનગર મહાનગર-પાલિકાના પદાધિકારી તથા સભ્ય દ્વારા તેમની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા.
વિનુભાઈ માંકડનો જન્મ તા.૧૨ એપ્રિલ, ૧૯૧૭ના જામનગરમાં થયો હતો. તેઓએ ૨૨ જુન,૧૯૪૬ માં ભારત તરફથી ક્રિકેટ રમતા ઈંગ્લેંડ સામે ટેસ્ટ મેચમાં કારકિર્દીની શરૃઆતકરી હતી.ત્યારબાદ પોતાના શ્રેષ્ઠ યોગદાન દ્વારા સને ૧૯૫૨ માં ઈંગ્લેંડ ક્રિકેટ ટીમ સામે લોર્ડ્સમાં રમાયેલ ટેસ્ટ મેચમાં બેટિંગમાં મહત્વપૂર્ણ ૭૨ રન બનાવેલ અને બોલીંગમાં પણ શાનદાર પ્રદર્શન કરી પાંચ વિકેટ ઝડપી હતી.ત્યારબાદ પણ તેઓએ શાનદાર પ્રદર્શન જાળવી રાખી સને ૧૯૫૬માં ૪૧૩ રનની વર્લ્ડ રેકોર્ડ ઓપનીંગ પાર્ટનરશીપ કરવામાં આવી હતી ૧૧ ફેબ્રુઆરી, ૧૯૫૯માં તેઓએ વેસ્ટ ઇન્ડીઝ સામે છેલ્લી મેચ રમી હતી.
વિનુભાઈ માંકડને તેઓના ક્રિકેટ જગતમાં યોગદાન બદલ ભારત સરકાર દ્વારા સને ૧૯૭૩ માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જામનગરના સપૂત વિનુભાઈ માંકડ દ્વારા ફક્ત ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં દેશ તેમજ જન્મભુમિનું નામ રોશન કરવામાં આવતા તેઓની પ્રતિમા જામનગરમાં લાલબંગલા નજીક જીલ્લા પંચાયત કચેરીની સામે સ્થાપિત કરવામાં આવેલ.૧૨ એપ્રિલ,૨૦૨૫ના વિનુભાઈ માંકડની ૧૦૮મી જન્મ જયંતી નિમિતે પ્રતિમાને માન.ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન સ્ટે.કમિટી નિલેશભાઈ કગથરા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, મ્યુનિ. સભ્ય પરાગભાઈ પટેલ, ધીરેનભાઈ મોનાણી, પ્રભાબેન ગોરેચા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન દિનેશભાઈ દેસાઈ દ્વારા પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial