Advertisement
Author: નોબત સમાચાર

'છોટી કાશી' જામનગરમાં વિશ્વ પ્રસિદ્ધ ધર્મસ્થાન બાલા હનુમાન મંદિરમાં દિવ્ય ધાર્મિક કાર્યક્રમો

નામ નિષ્ઠસંત બ્રહ્મલીન સદગુરૃદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫મી પુણ્યતિથિ ઉજવાશેઃ

                                                          

જામનગર તા.૧૨ઃ *છોટી કાશી * તરીકે ઓળખ ધરાવતા જામનગર શહેરના વિશ્વ પ્રસિદ્ધ ધર્મસ્થાન શ્રી બાલા હનુમાન મંદિરમાં સતત ૫૦ વર્ષની ચાલી રહેલી અખંડ રામધુનના પ્રેરણાદાતા નામ નિષ્ઠ સંત સદગુરૃદેવ પુ.શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫ મી પુણ્યતિથિ જામનગરના બાલા હનુમાન મંદિરમાં આગામી તા.૧૮ એપ્રિલના શ્રદ્ધાભેર ઉજવવા આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના આંગણે આ દિવ્ય ઉત્સવનો લાભ ૧૧ વર્ષ પછી મળી રહૃાો છે જેથી ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ધર્મોત્સવની ઉજવણી અંગે શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલે એક યાદીમાં જણાવ્યું છે કે,  છોટીકાશી  જામનગરમાં તળાવની પાળ પર શ્રી બાલા હનુમાન મંદિર માં ૫૦ વર્ષ પહેલાં અખંડ રામનામ જાપનો પ્રારંભ કરાવનારા પૂ. શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી પ્રતિ વર્ષ ગુજરાત તથા બિહારમાં ચાલતા રામધુન યજ્ઞના પાવન સ્થળ પર કરવામાં આવે છે. આ વર્ષે આ પુણ્ય લાભ જામનગરને સાંપડયો છે.

આ અવસરની ઉજવણી અંતર્ગત શ્રી બાલા હનુમાન મંદિરમાં ૫૦ વર્ષથી અવિરત ચાલી રહેલી અખંડ રામધુન સાથે ગત તા.૩ માર્ચથી વિશેષ હરિનામ રામનામ ધુન ચાલી રહી છે જેની પૂર્ણાહુતિ તા.૧૮ એપ્રિલના થશે.

આ ઉજવણીના અવસરે રાજયભરમાં તેમજ બહારમાં કાર્યરત પ્રેમ પરિવારના હજજારો ભકતો જામનગરના અતિથિ બની પૂ.પ્રેમભિક્ષુજી મહારાજની ૫૫ મી પુણ્યતિથિના ઉત્સવમાં સહભાગી બનશે. પ્રેમ પરિવારના આ પ્રતિનિધિઓની બેઠક તા.૧૭-૦૪-૨૦૨૫ ના રાત્રે બાલા હનુમાન મંદિરમાં મળશે.

એ પછી મુખ્ય ઉજવણી તા.૧૮-૦૪-૨૦૨૫ ના શુક્રવારે થશે. જેમાં વ્હેલી સવારે પાંચ વાગ્યે શ્રી બાલા હનુમાન મંદિરથી વ્હેલી સવારે પાંચ વાગ્યે વિશાળ પ્રભાતફેરી શરૃ થશે. જે જુદા-જુદા વિસ્તારોમાં ભ્રમણ કરશે જયારે સવારે ૧૧-૦૦ વાગ્યે શ્રી બાલા હનુમાન મંદિર પર ધ્વજારોહણ થશે અને બપોરે હજજારો ભાવિકો માટે મહાપ્રસાદનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે. જયારે સાંજે ચાર વાગ્યે શ્રી બાલા હનુમાન મંદિરેથી ભવ્ય નગર સંકીર્તન યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા તળાવની પાળ પરથી હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક રોડ, ચાંદી બજાર, કેદાર લાલ સિટી ડિસ્પેન્સરી, સજુબા સ્કૂલ, રણજીત રોડ, બેડી નાકા, પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડથી હવાઈચોક થઈ તળાવની પાળ પર શ્રી બાલા હનુમાન મંદિરમાં વિરામ પામશે.

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં બે વખત સ્થાન મેળવીને ધર્મનગરી છોટીકાશી* જામનગરનું નામ વૈશ્વિક કક્ષાએ ગુંજતું કરનારા અખંડ રામધુન પ્રારંભ કરાવનારા પુ.સદગુરૃ દેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજના અનુયાયીઓના * પ્રેમ પરિવાર * ના નેજા હેઠળ આ ધર્મોત્સવની ઉજવણીનો લાભ જામનગરમાં ૧૧ વર્ષ પછી મળી રહયો હોવાથી શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ, સંસ્થાના મંત્રી વિનુભાઈ તન્ના, ખજાનચી રવિન્દ્રભાઈ જોષી તથા ટ્રસ્ટીઓ કનુભાઈ કોટક, કિરીટભાઈ ભદ્રા, ઉદયસિંહ વાઢેર અને પાર્થભાઈ પંડયા સાથે ભાવિક સ્વયંસેવકો આયોજન સફળ રહે તે માટે ઉત્સાહભેર તૈયારીઓ કરી રહૃાા છે.

જામનગરના આંગણે શ્રી બાલા હનુમાન મંદિરમાં તા.૧૮-૦૪-૨૦૨૫ના આ દિવ્ય-ભવ્ય ધર્મોત્સવમાં ભાવભેર જોડાઈને ધર્મલાભ લેવા સર્વે ભાવિકોને સંસ્થાના પ્રમુખ જીતુભાઈ લાલે અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh