Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સહિત ૧૯ હાઈકોર્ટોના જજોએ સંપત્તિ જાહેર કરી નથીઃ
નવી દિલ્હી તા. ૧રઃ સુપ્રિમનો આદેશ છતાં ફક્ત ૧ર ટકા જજે સંપત્તિ જાહેર કરી છે, અને ૮૮ ટકાએ નથી કરી. ગુજરાત હાઈકોર્ટના રપ માંથી એક પણ જજે વિગતો આપી નહીં હોવાનું પણ જાણવા મળે છે.
સુપ્રિમ કોર્ટે તાજેતરમાં કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના વર્તમાન અને ભવિષ્યના તમામ જજે સંપત્તિની વિગતો વેબસાઈટ પર જાહેર કરવાની રહેશે. દિલ્હી હાઈકોર્ટથી અલ્લાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરાયેલા જજ યશવંત વર્માના ઘરેથી આગની ઘટનાસમયે કરોડો રૃપિયા રોકડા મળવાની ઘટના પછી સુપ્રિમ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવાયો હતો, જો કે હજુ સુધી હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ફક્ત ૧ર ટકા જજે સંપત્તિની વિગતો જાહેર કરી છે, જ્યારે ૮૮ ટકા જજો પાછળ રહી ગયા છે.
તાજેતરમાં સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટની વેબસાઈટ પર જજ દ્વારા સામે ચાલીને જાહેર કરાયેલી સંપત્તિની વિગતો મુજબ ૧૧ એપ્રિલ ર૦રપ સુધી ૧૧.૯૪ ટકા જજે પોતાની સંપત્તિ જાહેર કરી હતી. સુપ્રિમ કોર્ટના ૩૩ માંથી ૩૦ જજોએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સમક્ષ પોતાની સંપત્તિની વિગતો જાહેર કરી દીધી, પણ કેટલીક ટેકનિકલ ખામીને કારણે આ વિગતો સુપ્રિમ કોર્ટની વેબસાઈટ પર જાહેર નથી કરી શકાય તેવો દાવો કરાયો છે, જો કે હજુ સુધી સુપ્રિમ કોર્ટના ૩૩ માંથી એક પણ જજની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ જ નથી. જ્યારે હાઈકોર્ટના ૭૬ર જજમાંથી ૯પ ની એટલે કે ૧ર.૪૬% જજની સંપત્તિની વિગતો કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ છે, અને ૧૯ હાઈકોર્ટ એવી છે કે જેમના જજની સંપત્તિની વિગતો વેબસાઈટ પર ઉપલબ્ધ નથી. જેમાં સૌથી મોટી ૮૧૧ જજો ધરાવતી અલ્લાહબાદ હાઈકોર્ટનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવી અન્ય હાઈકોર્ટમાં બોમ્બે, કોલકાતા, ગુજરાત, પટણા હાઈકોર્ટનો પણ સમાવેશ થાય છે. કેરળ હાઈકોર્ટના જજ સંપત્તિ જાહેર કરવામાં અગ્રેસર રહ્યા છે. કેરળ હાઈકોર્ટના ૪૪ માંથી ૪૧ જજે પોતાની સંપત્તિ જાહેર કરી દીધી હતી.
અત્યાર સુધીની ઉપલબ્ધ થતી માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટના જજ સંપત્તિ જાહેર કરવામાં સાવ પાછળ રહી ગયા છે. હજુ સુધી રપ જજમાંથી કોઈ જજે વિગતો વેબસાઈટ પર જાહેર કરાવી નથી, જ્યારે કેરળ, પંજાબ એન્ડ હરિયાણા જેવા રાજ્યોના જજ સંપત્તિની વિગતો જાહેર કરવા મામલે આગળ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial