Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાનના પત્નીએ પોલીસમાં નોંધાવી આઠ સામે ફરિયાદઃ
જામનગર તા.૧૨ ઃ જામજોધપુરના એક આસામીએ પાંચ વર્ષ પહેલાં વ્યાજે લીધેલી રકમ વ્યાજ સાથે ચૂકવી આપી હોવા છતાં આઠ શખ્સ પજવતા હોવાથી ત્રણ પાટીયા પાસે જઈ ઝેરી ટીકડા ગળી લીધા હતા. આ યુવાનના પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૃ કરી છે.
જામજોધ૫ુર શહેરના સુભાષ રોડ પર રહેતા કાંતિલાલ પરસોત્તમભાઈ બાથાણી નામના યુવાને ગઈ તા.૧ માર્ચના દિને પોતાના ઘરેથી નીકળી જઈ ભાણવડ રોડ પર આવેલા ત્રણ પાટીયા નજીક પહોંચી કોઈ ઝેરી ટીકડા ગળી લીધા હતા.
તેની જાણ થતાં કાંતિલાલ ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તે પછી ગઈકાલે કાંતિલાલના પત્ની દિવ્યાબેને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આઠ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ કાંતિલાલે પાંચેક વર્ષ પહેલાં જામજોધપુરના ચીમનભાઈ ખાંટ, હિતેશ ભગવાનજી ખાંટ, ભાવેશ ઉર્ફે ડેની કથીરીયા, ભાવેશ મગન ભાઈ ચનીયારા, આવળદાન ગઢવી, પાર્થરાજસિંહ, પ્રતિપાલસિંહ, રામદે આહિર નામના આઠ શખ્સે ઉંચું વ્યાજ વસૂલ્યા પછી તમામ વ્યાજ અને મુદ્દલ ચૂકવાઈ ગયું હોવા છતાં આ શખ્સો બેંકના કોરા ચેક પરત આપતા ન હતા.
તે દરમિયાન હોથીજી ખડબા ગામનો પ્રતિપાલસિંહ, દિવ્યાબેનની દુકાને જઈ કપડા લઈ ગયો હતો અને મોટી ગોપ ગામનો ભાવેશ ઉર્ફે ડેની ૩૬૧૩ નંબરની આઈ-૨૦ મોટર બળજબરીથી કઢાવી ગયો હતો. તે પછી પણ ગાળો ભાંડી તમામ શખ્સો ઉઘરાણી કરતા હતા અને મારી નાખવાની ધમકી આપતા હતા તેથી કંટાળી ગયેલા કાંતિલાલે ત્રણ પાટીયા પાસે જઈ આત્મ હત્યાનો પ્રયાસ કર્યાે હતો. પોલીસે તમામ આઠ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial