Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બટુક ભોજન, યજ્ઞ તથા વિશેષ દર્શનઃ
ખંભાળિયા તા. ૧રઃ ખંભાળિયા શહેર વિવિધ હનુમાન મંદિરો માટે ખૂબ જાણીતું છે તથા અનેક પ્રાચીન હનુમાનજીના મંદિરો આવેલા છે જ્યાં આજે હનુમાન જયંતીના સવારથી ભાવિકો ઉમટ્યા હતાં તથા ફૂલેલિયા હનુમાન સહિત અનેક હનુમાનજી મંદિરોમાં વિશેષ યજ્ઞ, બટુક ભોજન તથા વિશેષ દર્શન ભાવિકો સવારથી માળા ચઢાવવા, સિંદુર ચડાવવા તથા હનુમાન ચાલીસાનો પાઠ બોલવા ઉમટ્યા હતાં.
ખંભાળિયામાં ખામનાથ મહાદેવ મંદિરમાં વિશાળ મહાકાય મોજીલા હનુમાન આવેલા છે. પ્રાચીન તથા ભવ્ય છે. અહીં બાલનાથ મહાદેવ મંદિરે બાલા હનુમાન નામના નાના કદના હનુમાનજી છે. જેની બાજુમાં પવિત્ર તરતો પથ્થર છે. સલાયા-રેલવે ફાટક પાસે પ્રાચીન અને રૃદ્ર સ્વરૃપના રંગીલા હનુમાન તેના ચમત્કારો માટે જાણીતા છે, તો હાઈવે ચાર રસ્તા પર ફૂલેલિયા હનુનમાન પ્રાચીન છે જ્યાં અગાઉ ફ્રેન્ચ સાધ્વી માતા પૂજા કરતા હતાં તથા અત્યારે ભાષ્કરાનંદ બાપુ સેવા કરે છે. આ ઉપરાંત જોધપુર ગેઈટ પાસે રોકડિયા હનુમાન, પાળેશ્વર મહાદેવમાં હનુમાન, શરણેશ્વર મહાદેવમાં વિશાળ હનુમાનજી, વાછડાવાવની જગ્યામાં હઠીલા હનુમાન પણ જાણીતા છે, તો પીપળિયા હર્ષદપુરમાં પણ પ્રાચીન હનુમાનજી આવેલા છે, તો જડેશ્વર મહાદેવ, સુખનાથ મહાદેવ વિગેરે સ્થળે પણ પ્રાચીન હનુમાનજી મંદિરો આવેલા છે, તો હાથલા શનિદેવ મંદિરે પણ પ્રાચીન હનુમાનજી મંદિરે સવારથી ભાવિકો ઉમટી પડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial