Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

તા. ૨૩મી એપ્રિલે કલેકટર કેતન ઠકકરની અધ્યક્ષતામાં

                                                                                    

જામનગર તા. ૧૨ઃ જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩-૦૪-૨૦૨૫ના  સવારના ૧૧ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જામનગર જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને મામલતદાર (શહેર) કચેરીના મીટિંગ હોલમાં યોજવામાં આવશે.

તેથી આગામી તા.૧૮-૦૪-૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, જામનગર (શહેર)ને  મોકલી દેવાની રહેશે.

તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરતાં પહેલાં કોઈપણ અરજદારે ગ્રામ્યકક્ષાના પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી અથવા ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ. તાલુકાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોવી જોઈએ.આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નો ગામ અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.

કાર્યક્રમમાં અરજદાર જાતે રૃબરૃ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામૂહિક રજુઆતો નહીં કરી શકે. જામનગર તાલુકાના નાગરિકોએ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ, જામનગર(શહેર)ની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh