Advertisement
Author: નોબત સમાચાર

જામનગર અને દ્વારકા જિલ્લામાં ૧૩મી એપ્રિલે વિવિધ સ્થળે યોજાશે સર્વરોગ નિદાન કેમ્પ

ડો. બાબાસાહેબ આંબેડકર જયંતીના પ્રસંગે

                                                                                                          

જામનગર તા. ૧૨ઃ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી પ્રસંગે જામનગર - દ્વારકા જિલ્લામાં સેવા ભરતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પો યોજાશે.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી પ્રસંગે ૧૩ એપ્રિલ,૨૦૨૫ના રવિવારે સવારે ૯ઃ૦૦ વાગ્યાથી સેવા ભરતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ - જામનગર, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં હાપામા આવેલા ચામુંડા માતાજી મંદિર,મામાદેવના મંદિર પાસે આ ઉપરાંત શંકર ટેકરી વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.૧૨/૫૮, શંકર ટેકરી, નેહરુનગર, ૪૯  દિગ્વિજય પ્લોટ રોડ ઉપરાંત ગુલાબ નગર વિભાપર રોડ ઉપર આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં. ૧૭/૫૯ આ ઉપરાંત પાણાખાણ રોડ,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.૧૮/૧૯, ટેલીફોન એક્સચેન્જ સામે, ઉપરાંત વામ્બે આવાસ, મયુર નગર પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.૨૨/૩૩ આ ઉપરાંત હિમાલય સોસાયટી વિસ્તારમાં દિગ્જામ સર્કલ નજીક આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.૩૧/૫૭ ઉપરાંત વૈશાલી નગર શેરી નં- ૮, વણકર સમાજ વાડી ખાતે આ ઉપરાંત      ભીમવાસ, જુના રેલ્વે સ્ટેશન પાછળ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નં.૪૨ ખાતે અને વિનાયક પાર્ક ૧, રામેશ્વર નગર વિસ્તારમાં આવેલા ગરબી ચોક, ગણપતિ મંદિર ખાતે તેમજ ચામુંડા માતાજીનું મંદિર, શંકર ટેકરી, રામનગરમાં ૧૩ એપ્રિલના રવિવારે સવારે ૯ઃ૦૦ વાગ્યાથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરેડમાં છેલ્લા બે નજીક આવેલ વાછરા દાદા ના મંદિરે, લાલપુરમાં નવાપરા પ્રા. શાળા ,ધરાનગર ઉપરાંત કાલાવડમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ તેમજ ધ્રોલમાં ગાયત્રી નગરમાં આવેલ ગાયત્રી માતાજીના મંદિરે તેમજ ચામુંડા પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં આ ઉપરાંત સિક્કામાં આવેલ રાધાસ્વામી સોસાયટી વોર્ડ નં.૭ ના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ, જોડિયા ચારધામ ચોક (લક્ષ્મીપરા) માં  ડો. બાબા સાહેબ આંબેડકર હોલ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ દ્વારકામાં નગરપાલિકા પાછળ આવેલ તાલુકા શાળા નંબર -૦૩  તેમજ જામ ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં આવેલ સિરેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં આવેલી શ્રીનાથજી સ્કૂલ, (ડિવાઈન ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ)માં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર શહેર જિલ્લા અનેક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૫ ના સવારે ૯ઃ૦૦ કલાકે થી વિવિધ તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન  કેમ્પમાં દર્દીઓને તપાસી નિદાન કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા માટે વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગના પ્રમુખ કિંજલભાઈ કારસરીયાએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh