Advertisement
Author: નોબત સમાચાર

કેરળમાં મદરેસાના મૌલવીને સગીરાના યૌન શૌષણ બદલ પોસ્કો કોર્ટ દ્વારા ૧૮૭ વર્ષની સજા

૪૧ વર્ષના ટીચરે ૧૩ વર્ષની સગીરા સાથે વારંવાર દુષ્કૃત્ય કર્યુ હતુંઃ

                                                                                             

તિરવનંતપુરમ્ તા. ૧૨ઃ કેરળમાં મદરેસા સગીર છાત્રા સાથે દુષ્કૃત્યના કેસમાં પોસ્કો કોર્ટે ૧૮૭ વર્ષની સજા ફટકારી છે. મૌલવી પર ૧૩ વર્ષની સગીરા સાથે યૌન શોષણની આરોપ ઉપરાંત વારંવાર ગુનો કરવાને કારણે પોસ્કો કોર્ટે આરોપીને આટલી લાંબી સજા ફટકારી છે.

કેરળમાં કન્નૂરની એક પોક્સો કોર્ટે મદરેસા ટીચરને ૧૮૭ વર્ષની કેદની સજા ફટકારી છે. મદરેસામાં અભ્યાસ કરાવનાર મૌલવી પર ૧૩ વર્ષની સગીરા સાથે યૌન શોષણનો આરોપ છે. કોવિડ લોકડાઉન દરમિયાન ૪૧ વર્ષીય આરોપી મોહમ્મદ રફીએ છાત્રા સાથે વારંવાર બળાત્કાર કર્યો હતો.

આ પહેલા ૨૦૧૮માં પણ તેના પર રેપના આરોપ લાગ્યા હતા. આ મામલામાં તે પહેલાથી સજા ભોગવી રહૃાો છે. બીબીસીના રિપોર્ટ પ્રમાણે વકીલે જણાવ્યું કે ૧૩ વર્ષની બાળકી મદરેસામાં અભ્યાસ કરવા જતી હતી. કેટલાક દિવસથી તેનો વ્યવહાર બદલાઈ રહૃાો હતો. તેના માતા-પિતાને ચિંતા થવા લાગી. બાળકી અભ્યાસ પર ધ્યાન આપી શકતી નહોતી. માતા-પિતા જ્યારે તેને લઈ કાઉન્સેલર પાસે પહોંચ્યા તો બાળકીએ બધી વાતો જણાવી હતી. તેણે જણાવ્યું કે મદરેસાનો મૌલવી તેની સાથે યૌન શોષણ કરતો હતો. જાણકારી પ્રમાણે વારંવાર ગુનો કરવાને કારણે પોસ્કો કોર્ટે આરોપીને આટલી લાંબી સજા ફટકારી છે.

પોસ્કો કાયદાની કલમ ૫ (ટી) હેઠળ તેને પાંચ લાખનો દંડ અને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કલમ (એફ) હેઠળ વિશ્વાસ તોડવાના દોષમાં ૩૫ વર્ષની જેલ અને એક લાખનો દંડ ફટકાર્યો છે. વારંવાર યૌન હુમલો કરવા માટે ૩૫ વર્ષની કેદની સજા ફટકારી છે.

ઓરલ સેક્સ જેવા આરોપોને કારણે ૨૦-૨૦ વર્ષની સજા અને ૫૦-૫૦ લાખ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તો આઈપીસીની કલમ ૩૭૬ (૩) હેઠળ સગીર સાથે બળાત્કારના આરોપમાં એક લાખનો દંડ અને ૨૫ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ધમકી આપવા માટે પણ તેને સજા ફટકારવામાં આવી છે. તેમાં ઘણી સજાઓ સાથે ચાલશે. તેવામાં રફીએ ૫૦ વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે. આરોપ છે કે મૌલવી છાત્રાને બળજબરીથી ડરાવી-ધમકાવી બીજા રૃમમાં લઈ જતો હતો અને બળાત્કાર કરતો હતો. આરોપી પરિણીત હતો અને તેના વર્તનથી કંટાળી પત્નીએ છૂટાછેડા આપી દીધા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh