Advertisement
Author: નોબત સમાચાર

હાલારના બન્ને જિલ્લામાં પંદરસો સેવાભાવી રકતદાતાઓનું ઈમરજન્સી રકતદાન ગ્રુપ

રકતની જરૃર પડે ત્યારે વ્યવસ્થા માટે

                                                                             

ખંભાળિયા તા. ૧૨ઃ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં ખાસ કરીને નાના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સીમાં લોહીની ખૂબ જ જરૃરત પડતી હોય તથા ઓપરેશન તથા ઈમરજન્સીમાં રકતદાતા વગર લોહી ના મળતા દર્દી તથા તેના પરિવારજનો મુશ્કેલીમાં મુકાતા હોય દ્વારકા તથા જામનગર જિલ્લામાં સેવાભાવી યુવાનો દ્વારા પંદરસો જેટલા સદસ્યો સાથે બન્ને જિલ્લામાં શરૃ થયેલ ઈમરજન્સી રકતદાન ગ્રુપ ખૂબ જ ઉપયોગી થાય છે.

અકસ્માત, પ્રેગનેન્સી ઓપરેશન કે થેલેસેમિયા કે મેજર ઓપરેશનોમાં તાકીદે લોહીની જરૃર પડે ત્યારે આ ગ્રુપ બન્ને જિલ્લામાં તૈયાર રહે છે. રકતદાતાને ગ્રુપમાં જરૃરતમંદ દર્દી તથા તેના સગાના નામ નંબર સાથે મેસેજ નાખીને જેમને અનુકુળ તથા નજીક હોય તે ત્યાં પહોંચે તેવી સૂચના અપાય છે. અને જો તે પછી પ્રશ્ન હલ ના થાય તો રકતદાતા જાતે જ જે તે સ્થળે પહોંચી તેવી વ્યવસ્થા થાય છે.

આ ગ્રુપમાં રકતદાન પ્રવૃત્તિ સિવાય કંઈ મેસેજ નંખાતા નથી તથા જે રકતદાન કરવામાં મદદરૃપ તથા ઉત્સાહી હોય તેમને જ આ ગ્રુપમાં રખાયા છે. કૈલાશભાઈ કણઝારીયા ચિરાગભાઈ બેડીયા દ્વારા આ ગ્રુપોનું સંકલન કરીને કોઈપણ નાતજાતના ભેદ વગર જેવી રકતની જરૃરતની ખબર પડે કે તુરંત જ વ્યવસ્થા ગોઠવાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh