Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રભાત ફેરી, વિવિધ સ્પર્ધાઓ, ધર્મસભા સહિતના કાર્યક્રમો યોજાશે
જામનગર તા. ૧૨ઃ મોટીહવેલી જામનગરના ગાદીપતિ પુષ્ટિ સિદ્ધાન્ત સંરક્ષણ શિરોમણિ મહાકવિ પૂ.પા.ગો. ૧૦૮ શ્રીહરિરાયજી મહારાજશ્રીની આજ્ઞા, આશીર્વાદ અને સાધ્યક્ષતામાં તથા પૂ.પા.ગો. શ્રીવલ્લભરાયજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં અને પૂ.ગો. શ્રીરસાદ્રરાયજી અને પૂ.ગૌ શ્રીપ્રેમાર્દ્રરાયજીના મંગલ સાનિધ્યમાં અખંડ ભૂમંડલાચાર્યવય જગદગુરૃ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો ૫૪૮ મો પ્રાકટ્ય ઉત્સવ નિમિત્તે સપ્ત દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર વૈષ્ણવ સમાજ, વૈશ્વાનર યુવા સંગઠન, શ્રીમદ્ અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય મહાવિદ્યાલય. શ્રીમદ્ અનિરુદ્ધ પુષ્ટિમાર્ગીય મહિલા પાઠશાળા, આંતરરષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ જામનગર શાખા તથા જામનગર વૈષ્ણવ મંડાણના સંયુક્ત ઉપકમે તા.૧૯ એપ્રિલ થી તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૫ સુધી વિવિધ કાર્યક્રમો શ્રી વલ્લભ ચોક, મોટી હવેલી, જામનગરમાં યોજવામાં આવ્યા છે.
જેમાં તા. ૧૯/૪ ના સાંજે ૫ઃ૩૦ વાગ્યાથી 'શ્રીવલ્લભ પ્રભુ કરુણાસાગર' વિષય પર (૭ થી ૧૭ વર્ષનાઓ માટે ) વતૃત્વ સ્પર્ધા રાખવામાં આવી છે. જેની સમય મર્યાદ પાંચ મિનીટ રાખવામાં આવી છે. તા. ૨૦/૪ ના સવારે ૧૦ઃ૩૦ થી ૭ થી ૧૫ વર્ષના સ્પર્ધકો માટે ૫ંચપધાનિ ગ્રંથ વિષય પર સ્તોત્ર પઠન સ્પર્ધા, સાંજે ૬ વાગ્યાથી (૧૮ વર્ષથી મોટી ઉંમરનાઓ માટે) અંતાક્ષરી સ્પર્ધા યોજવામાં આવી છે. આ સ્પર્ધાના વિષયમાં ષોડશ ગ્રંથ, શ્રીમદ્ ભાગવત, શ્રીમદ્ ભગવદ્ ગીતા, સહિતના પુષ્ટિમાર્ગીય ગ્રંથોના સંસ્કૃત શ્લોક, અષ્ટસખાનાં કીર્તનો, શ્રીવલ્લભાખ્યાન, મૂલ પુરૂૂષ વિગેરે અને ભક્તકવિ દયારામ ભાઈ, માધવદાસ, મનુદાસ આદિ પ્રાચીન ભગવદીયોની રચના, પૂ.ગો. આચાર્યશ્રીઓની રચના સહિતનું પુષ્ટિમાર્ગીય સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.( અર્વાચીન ગીતો, ભજનો અને જોડકણા માન્ય રાખવામાં નહીં જ આવે) વકતૃત્વ સ્પર્ધા અને અન્તાક્ષરી સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકને પૂ.ગો. આચાર્યશ્રીઓના વરદ હસ્તે રનિંગ શીલ્ડ તેમજ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે સાથે સાથે દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર સ્પર્ધકોને પુરસ્કાર આપવામાં આવશે.
શ્રી મોટીહવેલી જામનગરમાં બિરાજમાન શ્રીગિરિરાજજીનો મંગલ પાટોત્સવ હોવાથી તા.૨૦/૪ ને સાંજે ૫ઃ૩૦ વાગ્યે પૂ.ગો. આચાર્યશ્રીઓના સાનિધ્યમાં મંદિરની પરિક્રમા કરવામાં આવશે. આ અલૌકિક અવસરે તમામ વૈષ્ણવોને મંદિર પરિક્રમામાં જોડાવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
તા. ૨૧,૨૨ અને ૨૩ એપ્રિલ ૨૦૨૫ સુધી રાત્રે ૯.૩૦ થી ૧૧ વાગ્યા દરમિયાન ત્રિ-દિવસીય પુષ્ટિ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યુ છે. પૂ. પા. ગો શ્રીવલ્લભરાયજી મહોદયશ્રી કૃપા વિચારી વિદ્વત્તા સભર મધુરવાણી દ્વારા શ્રીવલ્લભ ના અલૌકિક સિદ્ધાંતોનું રસપાન કરાવશે .જેનો વિષય શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજી રચિત પંચપદ્યાનિ ગ્રંથ છે. ત્રિ દિવસીય પુષ્ટિ જ્ઞાન સત્રનું જીવંત પ્રસારણ મોટી હવેલી જામનગરની યુટ્યુબ ચેનલ મોટીહવેલી જામનગર પર કરવામાં આવશે.
અખંડ ભૂમંડલા ચાર્યવર્ય જગદ્ગુરૂૂ શ્રીમદ્ વલ્લભાચાર્યજી શ્રીમહાપ્રભુજીનો ૫૪૮ મો પ્રાકટ્યોત્સવ નિમિત્તે તા. ૨૪/૪ ના સવારે ૬.૦૦ કલાકે મંગલા આરતી, સવારે ૭.૦૦ કલાકે પ્રભાત ફેરી વાહનો સાથે નીકળશે. પ્રભાતફેરી મોટીહવેલી થી પ્રસ્થાન કરી સેતાવાડ, ખંભાળીયા ગેટ, સુમેર ક્લબ રોડ, સાતરસ્તા સર્કલ થી જિલ્લા પંચાયત ભવન, ટાઉનહોલ, તીન બત્તી, બેડી ગેટ થઈ નાગનાથ ગેટ, હવેલીની ગૌશાળા પાસે થઈને શ્રીમહાપ્રભુજી બેઠકજીએ વિરામ લેશે. બપોરે ૧૨ વાગ્યા આસપાસ રાજભોગ આરતીમાં તિલકના દર્શન, સાંજે ૬ કલાકે શોભાયાત્રા યોજાશે. જે શ્રીમોટીહવેલી થી પ્રસ્થાન કરી વાણીયાવાડ, ચાંદીબજાર, માંડવી ટાવર, હવાઈ ચોક થઈ સત્યનારાયણ મંદિર પાસેથી આકાશ ગંગા એપાર્ટમેન્ટ, જલાની જાર થઈ મોટીહવેલી ઉત્સવ નાયકના ચિત્રજીના પૂજન સાથે વિરામ લેશે.
શ્રીમહાપ્રભુજી ઉત્સવના દિવસે દરેક વૈષ્ણવે બપોર પછી પોતાના વ્યવસાય અને નોકરીમાં રજા રાખવી. શોભાયાત્રામાં બહેનોએ કેસરી, પીળા અથવા લાલ વસ્ત્રો પરિધાન કરવા અને ભાઈઓએ પુષ્ટિમાર્ગીય પહેરવેશ ધોતી બંડી, કેસરી ઉપરણો ધારણ કરી તિલક કરીને સમ્મિલિત થવા વિનમ્ર અનુરોધ છે. ઉત્સવના દિવસે બહારગામથી આવનાર વૈષ્ણવોને પ્રસાદ લેવાની વ્યવસ્થા વૈષ્ણવ મંડાણ માં રાખેલ છે .
તા. ૨૫/૪ ના સાંજે ૬.૦૦ થી ધર્મસભા યોજાશે. જેમાં ઉત્સવ નાયકના અલૌકિક ચરિત્રોના ગુણાનુવાદ સભામાં પૂ. પા. ગો. શ્રીવલ્લભરાયજી મહોદયશ્રી, પૂ. ગો. શ્રીરસાર્દ્રરાયજી એવં પૂ. ગો. શ્રીપ્રેમાર્દ્રરાયજીના વચનામૃત તેમજ સંતો-મહંતો અને શાસ્ત્રીજીઓના પ્રવચનો થશે અને સ્પર્ધાના વિજેતાઓને પૂ.ગો. આચાર્યશ્રીઓના વરદ હસ્તે રનિંગ શીલ્ડ અને પુરસ્કાર પ્રાપ્ત થશે . પાછલા અનેક વર્ષોથી નિસ્વાર્થ ભાવે મોટીહવેલી જામનગરમાં સેવા આપતા પાંચ-પાંચ વૈષ્ણવોને પૂ.ગો. આચાર્યશ્રીઓના વરદ હસ્તે આશીર્વાદ પત્ર આપી સમ્માનિત કરવામાં આવશે. એકાદશી અને દ્વાદશી બંને દિવસ શયનના દર્શન ભીતર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial