Advertisement
Author: નોબત સમાચાર

એસ્સાર ગ્રુપની ગ્રીન લાઈન મોબિલિટી સોલ્યુશન દ્વારા ગ્રીન લોજીસ્ટિકસમાં કરાયુ ૨૭૫ મિલિયન ડોલરનું રોકાણ

નિખિલ કામથ દ્વારા ૨૦ મિલિયન ડોલરનું ઈન્વેસ્ટમેન્ટ

                                                             

મુંબઈ તા. ૧૨ઃ ભારતના એલએનજી અને ઇલેક્ટ્રિક પાવર્ડ હેવી કોમર્શિયલ ટુકોના એકમાત્ર ચીન લોજિસ્ટિક્સ ઓપરેટર એવા એસ્સાર ગ્રુપની ગ્રીનલાઈન મોબિલિટી સોલ્યુશન્સ લિ.એ ભારતમાં હેવી ટુકિંગના ડીકાર્બોનાઇઝેશનને વેગ આપવા માટે ૨૭૫ મિલિયનના ઇક્વિટી રોકાણની જાહેરાત કરી છે. આમાં નિખિલ કામથનું ૨૦ મિલિયનનું રોકાણ પણ સામેલ છે, જે ભારતના ગ્રીન લોજિસ્ટિક્સ ટ્રાન્સફોર્મેશન માટે નોંધપાત્ર પ્રોત્સાહન છે.

ગ્રીનલાઈનનો ઉદ્દેશ્ય ભારતના પરિવહન ક્ષેત્રને ડીકાર્બોનાઇઝ કરવાનો છે, જેનો દેશના કુલ કાર્બન ઉત્સર્જનમાં લગભગ ૧૫% ફાળો છે. આ ભંડોળ દ્વારા ૧૦,૦૦૦થી વધુ એલએનજી અને ઇવી ટૂંકો. ૧૦૦ એલએનજી રિફ્યુઅલિંગ સ્ટેશનો, છવી યાર્જિંગ સ્ટેશનો અને બેટરી સ્વેપિંગ સુવિધાઓના રાષ્ટ્રવ્યાપી નેટવર્કની સ્થાપના કરાશે. આ પહેલનો ઉદ્દેશ્ય વાર્ષિક ૧ મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવાનો છે.

ભારતનું રોડ લોજિસ્ટિક્સ ક્ષેત્ર, જેમાં પહેલેથી જ ૪ મિલિયનથી વધુ ટુકો કાર્યરત છે અને જે સતત વધી રહૃાું છે, તે દેશના સૌથી વધુ કાર્બન-સધન ઉધોગોમાંનું એક છે. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના ભારત સરકારના મહત્વાકાંક્ષી ધ્યેય સાથે સુસંગત ગ્રીનલાઈન સ્વચ્છ અને વધુ સસ્ટેનેબલ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતના હેવી-ડ્યુટી વ્હીકલ ફ્લીટને એલએનજી અને ઈવી ટ્રકોમાં રૃપાંતરિત કરવા માટે પ્રતિબદ્ધ છે. કંપની ડીઝલ ટુંકોની સમકક્ષ ખર્ચે તેની લોજિસ્ટિક્સ સેવાઓ પ્રદાન કરે છે જે સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકો કોઇપણ વધારાના ખર્ચ વિના કાર્બન ઉત્સર્જન ઘટાડી શકે.

ગ્રીનલાઈનના એલએનજી સંચાલિત ટ્રકો સીઓટુ ઉત્સર્જનમાં ૩૦% સુધીનો ઘટાડો કરે છે, જેના કારણે સસ્ટેનેબિલિટીના લક્ષ્યોને ક્રાંસલ કરવા માંગતા કોર્પોરેટ્સ માટે ગ્રીનલાઈન એક વિશ્વસનીય ભાગીદાર બને છે. કંપનીના ૬૫૦ થી વધુ એલએનજી ટ્રકોની વર્તમાન ફ્લીટ એફએમસીજી અને ઇ-કોમર્સ મેટલ્સ એન્ડ માઇનિંગ સિમેન્ટ, ઓઇલ એન્ડ ગેસ, કેમિકલ્સ વગેરે જેવા ઉદ્યોગોમાં મોટી કંપનીઓને સેવા આપે છે. આ ફ્લોટે અત્યાર સુધીમાં ૩૮ મિલિયન કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે, જેમાં ૧૦,૦૦૦ ટન સીઓટુ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે.

એસ્સારના ડિરેક્ટર અંશુમાન રૃઇઆએ જણાવ્યું હતું કે ભારતના હેવી ટ્રકિંગ ઉધોગમાં આ અતિ મહત્ત્વના પરિવર્તન અંગે અમે ખૂબ ઉત્સાહિત છીએ અમે આને માત્ર ગ્રીન મોબિલિટી ઇકોસિસ્ટમ બનાવવા માટે જ નહીં. પરંતુ ભવિષ્યમાં અમારી ઇલેક્ટ્રિક ટ્રકોને પાવર આપવા માટે સ્વચ્છ ઉર્જા સ્ત્રોતોમાં રોકાણ કરવાની તક તરીકે પણ જોઇએ છીએ. આ સંકલિત અભિગમ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો, ઉર્જા આયાતમાં ઘટાડો અને ભારતને વધુ સસ્ટેનેબલ ઉર્જા-સુરક્ષિત ભવિષ્ય હાંસલ કરવામાં મદદ કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh