Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ કરી શકાશે વિસર્જનઃ
ખંભાળિયા તા. ર૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગણેશ ઉત્સવ નિમિત્તે કેટલાક પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દર વર્ષે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે. સ્થાપના પછી ધાર્મિક રીતિ-રિવાજ મુજબ પ્રસંગ પૂર્ણ થયા પછી ગણેશજીની પ્રતિમાઓનું જિલ્લાની જુદી જુદી નદીઓ અને તળાવોના પાણીમાં વિસર્જન કરવામાં આવે છે. જેના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને મળેલી સત્તાની રૃએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ ગણેશ મહોત્સવની શાંતિપૂૃણ માહોલમાં અને પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુક્સાન ન પહોંચે તે રીતના ઉજવણી થાય તેવા હેતુસર જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા જળસ્ત્રોત જેવા કે ડેમ, તળાવ, નદી, કૂવામાં મૂર્તિઓનું વિસર્જન કરવું નહીં. મૂર્તિ વિસર્જન માટે સરકારના વન અને પર્યાવરણ વિભાગ, કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નથા સરકારની અદ્યતન સૂચનાઓ અને હાઈકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ પદ્ધતિ સિવાયની કોઈપણ પદ્ધતિથી મૂર્તિ વિસર્જન કરી શકાશે નહીં. ગણેશજીની મૂર્તિ વિસર્જન યાત્રા દરમિયાન જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર તેમજ વાહનોમાં આવતા-જતા માણસો ઉપર કે મકાનો-મિલકત ઉપર કોઈપણ પ્રકારના રંગો કે પાઉડરને પાણી કે અન્ય તૈલી પદાર્થોમાં મિશ્રિત કરી ઊડાડવા નહીં. મૂર્તિકારોએ વધેલી તથા ખંડિત મૂૃતિઓ બિનવારસી હાલતમાં છોડી દેવી નહીં. આ જાહેરનામું તા. ર૯-૯-ર૦ર૩ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial