Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાલિસ્તાની આતંકી ડલ્લાનો જમણો હાથ હતોઃ લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હત્યાની જવાબદારીઃ
નવી દિલ્હી તા. ર૧ઃ કેનેડામાં પંજાબી ગેંગસ્ટર સુખા દુન્નાકેની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા પછી બીજી મોટી ઘટના બની છે, તે એનઆઈએના લિસ્ટમાં હતો.
ખાલિસ્તાની ટાઈગર ફોર્સના આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના તણાવ વચ્ચે કેનેડમાં એ કેટેગરીના ગેંગસ્ટર સુખદુલસિંહ ગિલ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યા કરવામાં આવી છે. તે નકલી પાસપોર્ટ તૈયાર કરીને વર્ષ ર૦૧૭ માં પંજાબથી કેનેડા ભાગી ગયો હતો. ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાનો રાઈટ હેન્ડ હતો. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે.
પ્રાથમિક માહિતી મુજબ સુખા દુન્નાકેને કેનેડાના વિનીપેગમાં ગોળી મારવામાં આવી છે. તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. એનઆઈએ એ તૈયાર કરેલું ૪૧ આતંકવાદીઓ અને ગેંગસ્ટરોના લિસ્ટામાં તે સામેલ હતો. કેનેડામાં ખાલિસ્તાની નિજ્જરની હત્યા પછી આ બીજી મોટી ઘટના છે. દુન્નાકે પર લગભગ ૧પ રાઉન્ડ ફાયરીંગ કરવામાં આવ્યા હતાં. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા પછી આ બીજી મોટી ઘટના છે.
મૃતક ગેંગસ્ટર સુખા ખાલિસ્તાની આતંકવાદી-ગેંગસ્ટર અર્શદીપસિંહ ઉર્ફે અર્શ ડલ્લાનો જમણો હાથ માનવામાં આવતો હતો. તે કેનેડામાં બેસીને ભારતમાં તેના સાગરિતો પાસેથી ખંડણી વસૂલતો હતો. એનઆઈએની યાદી પણ આ ગેંગસ્ટર વોન્ટેડ હોવાનું જાણવા મળે છે.
ગેંગસ્ટર સુખા દુન્નાકેની હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, 'હાજી સત શ્રી કોલ, રામ રામ સારેયાં નૂં. તે બંબીહા ગ્રુપનો ઈન્ચાર્જ બનીને ફરતો હતો. આ સુખા દુન્નાકેની હત્યા કેનેડાના વિનીપેગ શહેરમાં કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ તેની જવાબદારી લે છે. હેરોઈનના એડિક્ટ નરોડીએ માત્રા પોતાના નશાનો સંતોષવા માટે ઘણાં ઘરો બરબાદ કર્યા હતાં.' અમારા ભાઈ ગુરલાલ બરાડની હત્યામાં વિક્કી મિડ્ડુખેડાએ બધું બહાર બેસીને કર્યું. તેણે સંદીપ નંગલ અંબિયાની હત્યા પણ કરાવી હતી, પરંતુ હવે તેને તેના પાપોની સજા મળી છે. માત્ર એક વાત કહેવાની છે, જે એકલ-દોકલ હજુ બાકી છે તેઓ જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. દુનિયાના કોઈપણ દેશમાં જઈ શકે છે. એવું ન વિચારશો કે તેઓ અમારી સાથે દુશ્મની કરીને બચી જશે. સમય ચોક્કસપણે વધુ લાગી શકે છે અથવા ઓછા પરંતુ એક-એકને તેના કાર્યો માટે સજા કરવામાં આવશે'.
ગેંગસ્ટર સુખા દુન્નાકેની હત્યાની જાણ થતાં જ પંજાબના મોગામાં તેના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુના કુન્નેકે પંજાબના મોગાના દુન્નાકે કલાન ગામનો રહેવાસી છે. 'એ' કેટેગરી ગેંગસ્ટર સુખા દુન્નાકે ગુનાની દુનિયામાં પ્રવેશતા પહેલા મોગા ડીસી ઓફિસમાં કામ કરતો હતો. પોલીસની મદદથી બનાવટી દસ્તાવેજો પર પોલીસ ક્લિયરન્સ સર્ટીફિકેટ મેળવીને તે ર૦૧૭ માં કેનેડા ભાગી ગયો હતો. ત્યારે તેની સામે સાત ફોજદારી કેસ પેન્ડીંગ હતાં. આ તમામ કેસ સ્થાનિક ગેંગની ગતિવિધિઓ સાથે સંબંધિત હતાં.
સુખા દુન્નાકે પણ ઘણો સમય ફરીદકોટ જેલમાં વિતાવ્યો હતો અને જામીન પર બહાર આવ્યા પછી તે વિદેશ ભાગી ગયો હતો. આટલું જ નહીં, નંગલ અંબિયા હત્યાકાંડમાં પણ દુન્નાકેનું નામ સામે આવ્યું હતું અને તેણે હથિયારો અને શૂટર્સ પૂરા પાડ્યા હોવાનો આરોપ છે. સુખા દુન્નાકેનો પુત્ર ગુરનૈબ સિંહ પંજાબના મોગાના દુન્નાકે કલાન ગામનો રહેવાસી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial