Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનોખો વિષયઃ અનોખી સ્પર્ધા
જામનગર તા. ર૧ઃ જામનગરના સીને ઈવેન્ટ (આનંદભાઈ માડમ) દ્વારા એક અનોખા વિષય સાથે અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
'વાંઢાઓ, તેની સમસ્યાઓ અને તેનું સમાધાન' વિષય પર નિબંધ સ્પર્ધા યોજવામાં આવીછે. જેના પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા શિલ્ડ આપવામાં આવશે.
વસતિ નિયંત્રણમાં યોગદાન આપતા વાંઢાઓ માટે સરકારે શું યોજનાઓ શરૃ કરવી જોઈએ તે વિશેના સૂચનો નિબંધમાં રજૂ કરવાના રહેશે.
વાંઢાઓમાં મુખ્યત્વે પોતાની મરજીથી અપરિણીત હોય, મેળ પડતો ન હોય, જવાબદારી લેવી ન હોય, લીવ ઈનમાં રહેતા હોય, છોડી દીધી હોય કે છોડીને ચાલી ગઈ હોય તેવા પ્રકારો છે.
નિબંધ વધુમાં વધુ ર થી ૪ પેઈજમાં લખીને બંધ કવરમાં આનંદભાઈ માડમ, એન્જોય કોર્નર, માડમ ફળી, નવાગામ ઘેડ, જામનગરના સરનામે પહોંચાડી દેવાના રહેશે અથવા મો.નં. ૯૦૩૩૮ ૮૯૯૮૮ ઉપર વોટ્સએપ, પીડીએફ ફાઈલમાં ઉપર મોકલી આપવા જણાવાયું છે.
નિબંધની એન્ટ્રી તા. ૩૦-૦૯-૨૩ સુધીમાં પહોંચાડવાની રહેશે. વિજેતાઓને તા. ૧૫ ઓક્ટોબરે નવલી નવરાત્રિ ઉત્સવમાં ઈનામો આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial