Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણ મહિના પછી પણ જુગારની જમાવટ યથાવતઃ
જામનગર તા. ૨૧ઃ જામનગર નજીકના ગોકુલનગર, મધુરમ સોસાયટી, લાલપુરના ગોદાવરી ગામ તથા જામજોધપુર અને ભાદરા ગામમાંથી મહિલાઓ ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાયા છે. જ્યારે અન્ય ૮ દરોડામાં ૪૫ શખ્સ પણ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. ૧૪ દરોડામાં પોલીસે કુલ રૃપિયા પોણા બે લાખ જેટલો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા શિવનગરની શેરી નં.૪માં ગઈ રાત્રે જુગારની જમાવટ થઈ હોવાની બાતમી પરથી સિટી-સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડતા ત્યાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા વર્ષાબેન શૈલેષભાઈ ખટાવરા, આશાબેન કૌશિકભાઈ ગોંડલીયા, દિનુબેન નાનજીભાઈ વાઘેલા, માનકુંવરબા જુવાનસિંહ જાડેજા, નેહલ અરવિંદભાઈ ચાવડા, અરવિંદભાઈ કરણાભાઈ ચાવડા નામના છ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૮૧૬૦ રોકડા કબજે કર્યા છે.
જામનગરના નવાગામ ઘેડમાં મધુરમ રેસિડેન્સી પાસે ગઈકાલે સાંજે જુગાર રમતા વીમળાબા શિવરાજસિંહ ખાચર, ભાવનાબેન ગોગનભાઈ ઓડેદરા, મંજુબેન કિશોરભાઈ રાંદલપરા, જયશ્રીબેન પ્રવીણભાઈ પાણખાણીયા, કુસુમબેન રાજેશભાઈ બોરીચા ઉર્ફે ખુશીબેન, ગોદાવરીબેન વીકમલભાઈ લાલવાણી, ચંદ્રિકાબેન રાજુભાઈ સતવાણી નામના સાત મહિલા પકડાઈ ગયા હતા. પટમાંથી રૃા.૧૧૬૪૦ અને ગંજીપાના પોલીસે કબજે કર્યા છે.
જામનગરના મયુરનગરમાં શેરી નં.૩ પાસે ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા ફાલ્ગુનીબેન અજયભાઈ ગોકાણી, સોનલબેન દેશુરભાઈ ચાવડા, રંજનબા દેવીસિંહ જાડેજા, નિશાબેન તુષારભાઈ ચાવડા, શિલાબેન વિજયભાઈ ચાઉં, વિજયાબેન જેઠાલાલ ગોંડલીયા, સિદ્ધિબેન રામભાઈ અગ્રાવત નામના આઠ મહિલાને એલસીબીના સ્ટાફે દરોડો પાડી ઝડપી લીધા હતા. પટમાંથી રૃા.૨૪૭૫૦ કબજે કરાયા છે.
લાલપુર તાલુકાના ગોદાવરી ગામમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા જીવીબેન દેવાયતભાઈ કનારા, વાલીબેન નારણભાઈ કનારા, મંજુબેન કરશનભાઈ કનારા, નીતાબેન નારણભાઈ બળીયાવદરા, મોતીબેન રણમલભાઈ બળીયાવદરા, સીભીબેન નાથાભાઈ કરંંગીયા, રાજીબેન પબાભાઈ ચેતરીયા, લાખીબેન ભરતભાઈ પોપાણીયા, ચેતનાબેન ધરણાંતભાઈ ગાગીયા, ઝાંઝીબેન અરશીભાઈ કનારા નામના દસ મહિલા પકડાઈ ગયા હતા. પટમાંથી રૃા.૧૪૯૩૦ રોકડા કબજે કરાયા છે.
ધ્રોલના ખારવા રોડ પર હેલીપેઈડ નજીક આવેલા એક મકાન પાસેના બાવળના ઝાડ નજીક ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા રાજુ સગરામ દેવીપૂજક, દલસુખ ઠાકરશી રાઠોડ, રાજુ દલસુખ રાઠોડ, મહેન્દ્ર દલસુખ રાઠોડ નામના ચાર શખ્સને પોલીસે રૃા.૬૨૮૦ સાથે પકડી પાડ્યા હતા.
લાલપુર તાલુકાના અપીયા ગામમાં નદીના સામાકાંઠે ગઈકાલે બપોરે રોનપોલીસ રમતા પરબત ઉકાભાઈ રાઠોડ, નથુભાઈ અજાભાઈ જોગલ, રમેશ ડાયાભાઈ પરમાર, રમણીકભાઈ માધવદાસ નિમાવત, ગોવાભાઈ આલાભાઈ પરમાર, અરજણભાઈ લખુભાઈ નંદાણીયા નામના છ શખ્સને પોલીસે પકડી લઈ રૃા.૨૬૩૦ રોકડા કબજે કર્યા છે.
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા ધીરૃભાઈ કચરાભાઈ કડુચા, હરસુખ કરમણભાઈ ડાભી, કિશન રવજીભાઈ ગુજરાતી, મનસુખભાઈ હમીરભાઈ કુડેચા, ભોવાનભાઈ વેલજીભાઈ ગુજરાતી નામના પાંચ શખ્સ રૃા.૩૭૫૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા.
લાલપુર તાલુકાના જોગવડ ગામમાં ગઈરાત્રે જુગાર રમતા પ્રવીણ પાલાભાઈ સોંદરવા, દિનેશ હમીરભાઈ વારસાકીયા, સોમાભાઈ કરશનભાઈ લાધવા નામના ત્રણ શખ્સને પોલીસે રૃા.૧૦૦૬૦ સાથે પકડી પાડ્યા હતા.
મોટી ખાવડી ગામમાં ગઈરાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે રોનપોલીસ રમતા સુખદેવસિંહ રવુભા જાડેજા, કિશોર મોહનભાઈ પરમાર, પ્રવીણસિંહ દિલુભા જાડેજા, ધીરૃભાઈ સાદુરભાઈ પરમાર નામના ચાર શખ્સ રૃા.૧૦૨૪૦ સાથે ઝડપાયા છે.
મોટી ખાવડીના આંબાવાડી વિસ્તારમાં ગઈરાત્રે ગંજીપાના કૂટતા ભરત ચંદુભાઈ પરમાર, કિશન ભરતભાઈ પરમાર, ગોપાલ ગોકુલ પહારે, લલન હરગોવિંદ મહંતો નામના ચાર શખ્સ રૃા.૨૬૭૫૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા.
જામજોધપુરના ઝીણાવારી ગામમાં ગઈકાલે રાત્રે જુગાર રમતા હીરેન નાથાભાઈ કદાવલા, દીપક સામતભાઈ શિર, ખીમાભાઈ ગંગદાસ કદાવલા, હાર્દિક દેવશીભાઈ કારેણા, શૈલેષ મેઘાભાઈ પીપરોતર, જયદીપ નથુભાઈ કદાવલા, જેસાભાઈ ગંગદાસ કદાવલા નામના આઠ શખ્સને પોલીસે દરોડો પાડી પકડી લીધા હતા. પટમાંથી રૃા.૧૦૩૨૦ કબજે કરાયા છે.
જામજોધપુર શહેરના બેરીસ્ટર ચોકમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા રેનીશ રસીકભાઈ સુરેજા, ગોપાલ સોહનદાસ વૈષ્ણવ, મનોજ ભૂપતભાઈ સુરેજા, અરવિંદભાઈ માધવજીભાઈ કાંજીયા, નિલેશ રમેશભાઈ ચૌહાણ નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ રૃા.૧૦૩૫૦ કબજે લીધા છે.
જામજોધપુરના બેરીસ્ટર ચોકમાં જ પાડવામાં આવેલા બીજા દરોડામાં તીનપત્તી રમતા પૂર્વીબેન સુમિતગીરી ગોસ્વામી, અસ્મિતાબેન રમેશભાઈ કાંજીયા, લીલાબેન જમનભાઈ રાબડીયા, ભાનુબેન ગોરધનભાઈ પાડલીયા, શિલાબેન હરીભાઈ ગોહિલ, શારદાબેન અરવિંદભાઈ પટેલ, કુંદનબેન કમલેશભાઈ રાબડીયા, પૂનમબેન ચિરાગભાઈ રાબડીયા, પૂર્વીશાબેન પ્રિતેશભાઈ લાલચેતા, રેખાબા જુવાનસિંહ જેઠવા, ગીતાબા રઘુવીરસિંહ જેઠવા, હીનાબેન રેનીશભાઈ સુરેજા નામના બાર વ્યક્તિ રૃા.૧૨૨૩૦ સાથે પકડાઈ ગયા હતા.
જોડિયા તાલુકાના ભાદરા ગામમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી જોડિયાના જમાદાર નિલેશ ભીમાણી, કનુભાઈ જાટીયાને મળતા પીએસઆઈ આર.ડી. ગોહિલના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડતા ત્યાં તીનપત્તી રમતા આલાભાઈ ટપુભાઈ પરમાર ઉર્ફે ભગત, ભરત ઉગાભાઈ પરમાર, મગનભાઈ પ્રેમજીભાઈ પરમાર, દિનેશભાઈ નાગજીભાઈ પરમાર, મનસુખભાઈ પોલાભાઈ પરમાર તથા કંચનબેન નાગજીભાઈ પરમાર, સવિતાબેન સુરેશભાઈ પરમાર, સવિતાબેન આલાભાઈ પરમાર, કંકુબેન ટપુભાઈ પરમાર નામના નવ વ્યક્તિ રૃા.૧૦૩૩૦ સાથે પકડાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial