Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશાલભાઈ ખખ્ખર અને ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજનઃ
જામનગર તા. ૨૧ઃ જામનગરના ખોડિયાર કોલોની સ્થિત રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભુવન બ્રાહ્મણ બોર્ડીંગમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સાથે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજ્ય પુરોહિત વિદ્યાર્થી ભુુવન બ્રાહ્મણ બોર્ડીંગમાં આમંત્રીત મહેમાનોના વરદહસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૃ કરવામાં આવ્યો હતો. પાર્થ કલ્યાણીએ વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમની શરૃઆત કરાવી શબ્દોથી સ્વાગત કર્યું હતું. જેમાં પ્રભુ શ્રીરામચંદ્ર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિશાલભાઈ ખખ્ખર તથા ટ્રસ્ટીઓ દ્વારા ધોરણ ૧૦ અને ધો. ૧ર માં જામનગર શહેરમાં અવ્વલ નંબરે પાસ થયેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શિલ્ડ મોમેન્ટો અને પ્રભુ શ્રીરામચંદ્ર ભગવાનના ફોટાથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં ગુજરાત રાજ્યમાં ધો. ૧૦ માં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર અને જામનગરમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીની ઝીલ રૃપેશભાઈ ચંદારાણા, દેવાંશી વિશાલભાઈ ખખ્ખર, રાજવીરસિંહ પ્રવિણસિંહ ચુડાસમા, અંકિતા મહેશભાઈ તિવારી, અંકિતાબા પ્રદિપસિંહ રાઠૌર, શ્યામ હિતેશભાઈ, મીન નિત્યરાજસિંહ, જગદિશસિંહ જેઠવા છે. પ્રિયંકા ભૂપતભાઈ મકવાણા અને હેતલ રમેશભાઈ વાઘેલા સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, કોર્પોરેટરો કિશનભાઈ માડમ, આશિષભાઈ જોશી, હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા, સંત શ્રી હરીબાપુ રાધે ક્રિષ્ના, વિહિપના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ વ્યાસ, હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતિકભાઈ ભટ્ટ, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, પ્રભુ શ્રીરામચંદ્ર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી હિતેશભાઈ મોદી, દિપકભાઈ વાછાણી, ભરતભાઈ પટેલ, રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘના જામનગરના પ્રભારી પ્રદિપભાઈ રાઠોર, ઉપસ્થિત રહ્યા હતાં. ઉપસ્થિત મહાનુભાવો અને સંતોનું સ્વાગત પ્રભુ શ્રીરામચંદ્ર સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. સન્માન સમારંભ પછી રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટના પ્રમુખ વિશાલભાઈ ખખ્ખર, પ્રવિણસિંહ ચુડાસમા, ગોપાલભાઈ કલ્યાણી, જમનભાઈ ભંડેરી, મનહરભાઈ ત્રિવેદી, રાજભા જાડેજા, સંદપસિંહ કંચવા, સુરેશભાઈ રબારીએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટના પ્રમુખ વિશાલભાઈ ખખ્ખર અને ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિધિ પ્રદિપસિંહ રાઠોર દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial